________________
૧૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
જ, ગમે તે રીતે પણ સંવત્સરીનો તો એક ઉપવાસ કરવો જ' એ પ્રવૃત્તિ અને ભાવના પણ આવો ઉપદેશ દેવાય તો ચાલી જાય. આજ તો કહેવાય છે કે - ધર્મક્રિયાઓ થાય તો પણ ઠીક અને ન થાય તો પણ ઠીક. મન ચંગા તો કથરોટમેં ગંગા. આવી આવી છાયા જે કોઈ પાડે તે નાસ્તિક જ છે, આવો ઉપદેશ જે આપે, તે સાધુવેષમાં હોય તો પણ નાસ્તિક અને શ્રાવક ગણાતો હોય તો પણ નાસ્તિક છે.
164
જગતને ધર્મક્રિયાથી ખસેડવામાં વાર શી ?
આથી સ્પષ્ટ થઈ જાય છે કે - ‘આ જમાનામાં ધર્મક્રિયાની જરૂ૨ નથી’ એવું કહેનારા નાસ્તિક છે. પરલોકની ક્રિયાને દુન્યવી ક્રિયાથી કદી પણ ગૌણ ન કરાય. આજ તો મોઢેથી પરલોકની વાતો કરનારા કહે છે કે - ‘ભગવાનને ચંદન હોય એટલે બસ. એમને વળી કેસ૨, બરાસ, કસ્તૂરી, ચાંદી-સોનાના વરખ, આભૂષણ, આંગી, આ બધું શા માટે જોઈએ ? એ તો વીતરાગ છે.’ આવું કહેનારાને પોતાના કપાળ માટે લાલ રંગવાળું કેસર જોઈએ, પણ ભગવાન માટે કહે કે-‘એ તો વીતરાગ, એમને માટે આ ધમાલ શી ?' આવું માનનારાને પાછો ઉપદેશ પણ એમને ફાવતો દેવાય તો બાકી શું રહે ? એ તો માને કે-બાર મહિને બસો રૂપિયાનું કેસરનું ખર્ચ બચ્યું અને આભૂષણ સાચવવાં મટ્યાં.'
સામાન્ય આત્માઓને ધર્મક્રિયામાંથી ખસેડવાનું કામ તો બહુ જ સહેલું છે. એવું તો તેવાઓ માગે જ છે. આજે કોઈ તપ આદિમાં બીડીની છૂટ આપનાર નીકળે, તો એના પક્ષમાં મળનાર ઘણા જ નીકળી આવે, કારણ કે વિષયકષાયમાં રમનારાઓને બંધી ખુલ્લી ક૨વામાં તો વાંધો જ નથી; વાંધો તો માત્ર હિતકર અંકુશ સ્વીકારવામાં જ આવે છે.
જગતની ધમાલમાં પડેલા જીવો, પાંચ-પચ્ચીસ સારી ચીજોથી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે, પ્રભુના અંગને ઉત્તમ દ્રવ્યોનું વિલેપન કરે, એ શું ખોટું છે ? નૈવેદ્ય પૂજામાં ઉત્તમ વસ્તુ મૂકીને કોઈ ભવ્યાત્મા પોતે ભડકું ખાય, તો તેના ઉપ૨ સાધુને દયા ન આવે; કેમકે સાધુ તો સમજે છે કે - આ ભવ્યાત્મા નૈવેદ્યપૂજાનું રહસ્ય સારી રીતે સમજ્યા છે. એણે નૈવેદ્યપૂજાના વિધાનનો અમલ કર્યો છે. નૈવેદ્ય મૂકવાનો હેતુ રસનાની આસક્તિથી છૂટવાનો છે. ભગવાનને નૈવેદ્ય મૂકી પોતે ભડકું ખાય તો એની આસક્તિ ઘટી છે, એ સિદ્ધ થાય છે. એવા ઉત્તમ આત્માને સાધુ એમ ન પૂછે કે ‘ગાંડા ! છતે માલે તું પોતે ભડકું ખાય છે અને ત્યાં માલને મૂકે છે ?’ આવી દયા સાધુને ન આવે. આવું કહેનાર માટે સાચા ગુરુ