________________
૧૪ : આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ? - 14
૧૭૬૫
તો કહે કે, આવું કહેનાર સાધુવેષમાં હોય તો એ સાધુ નથી અને પોતામાં શ્રાવકપણું છે એમ કહેવરાવતો હોય તો તે શ્રાવક નથી, પણ નાસ્તિક છે.
165
શ્રી જિનેશ્વરદેવના વચનની શ્રદ્ધાવાળો સાચો આસ્તિક તો એમ જ કહે કે - ‘આપ મહાપુણ્યવાન છો કે જેથી આટલી સામગ્રી છતાં એના ઉપભોગ ઉપર આપે આટલો કાબૂ મેળવ્યો છે, માટે જરૂ૨ આપનો આત્મા લઘુકર્મી છે.' બાકી - ‘આ તો ઘર બાળીને તીરથ કરવા જેવું થયું' - આવું કહેનારા તો અજ્ઞાન છે, કારણ કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ઘર આદિના ત્યાગ વિના મુક્તિ થઈ શકતી જ નથી. કહો, શ્રી સિદ્ધગિરિજી, શ્રી ગિરનારજી વગેરે તીર્થસ્થળે જવાનો હેતુ શો ? ‘ધીમે ધીમે પણ ઘરબાર છૂટે' એ જ હેતુ છે કે બીજો ? કેમ મૌન છો ? બોલો ! હું સમજું છું કે - મોટો ભાગ એ ભાવનાએ નથી જતો, પણ ‘એ ભાવનાએ જવામાં જ તીર્થયાત્રાનીં સાચી સફળતા છે' - એ વાત શંકા વિનાની છે.
શ્રી કુમારપાળ મહારાજાની ભાવના અને યાચના :
શ્રી કુમારપાળ મહારાજે લગભગ સિત્તેર વર્ષની વયે શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢ્યો. છ'રી પાળતા પોતે પણ પગે ચાલતા હતા. હાથી, ઘોડા, મેના, પાલખી આદિ અનેક વાહનો હોવા છતાં પોતે એમાં બેઠા નહિ, ત્યારે આચાર્ય ભગવાન ‘શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે કહ્યું કે, રાજન્ ! તમને ચાલવામાં કષ્ટ પડશે.’ એ વખતે કુમારપાળ મહારાજા વિનંતિ કરે છે કે -
“હે ભગવન્ ! પૂર્વની દુઃખી અવસ્થામાં જ્યારે બીજાનું રાજ્ય હતું ત્યારે તો પરવશપણાના યોગે હું આ પગથી ઘણું જ ભમ્યો છું, પરંતુ તે સઘળું વ્યર્થ ગયું છે.
અત્યારે જે આ પગથી ચાલીશ તે તો તીર્થયાત્રાના કારણે ચાલવાનું હોવાથી અતિશય સાર્થક થશે, કારણ કે એથી સર્વ પ્રકારે મારું અનંતુ ભવભ્રમણ નાશ પામી જશે.”
આ ઉપરથી જોઈ શકાશે કે ‘શ્રી જિનેશ્વરદેવના શાસનથી સુપરિચિત થયેલા આત્માઓની ભાવના કેવી અને કેટલી ઉત્તમ હોય છે !'
૧. “તતો વ્યખિજ્ઞપત્ માાપો, ટોસ્થે પ્રાળુ પરરાન્યતઃ । क्रमाभ्यां न कियद् भ्रान्तं परं तद्व्यर्थताऽऽस्पदम् ।।१।। अयं तु तीर्थ हेतुत्वात्, पादचारोऽतिसार्थ कः ।
येनाऽनंता भवभ्रांति-र्मम प्रभ्रं शतेऽमितः ।।२।। "
- ઉપાધ્યાય શ્રી જિનમંડનગણિવિરચિત, શ્રી કુમારપાલ પ્રબંધ, પત્ર ૧૦૧, પ્ર-આત્માનંદ સભા.