________________
૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29
પોતે ગુણહીન અને દોષોથી ભરેલા હોવા છતાંય પોતાને શાસનના પ્રભાવક માનવા અને બારે મહિને જે બે-પાંચ આત્માઓ દીક્ષા લે તેઓ, જેઓએ દીક્ષા લીધેલ છે તે પરિમિત સંખ્યાના સાધુઓ અને તેમાં પણ જેઓ દીક્ષાઓ આપતા હોય, ત્યાગની વાતો કરતા હોય, તે બધાને શાસનનો નાશ કરનારા કહેવામાં જ શ્રેય માનવું !!!! શું આ ઓછી કમનશીબી છે ?
સભા ઓછી નહિ પણ ઘણી જ ભયંકર !
363
૩૭૩
એ ઘણી જ ભયંકર કમનસીબીને આધીન થઈ ઉન્મત્ત બની ગયેલાઓ પોતાની જાતને પણ વીસરી જઈને ‘દીક્ષા લેનાર લે, આપનાર આપે, તેમાં શાસનનો નાશ થઈ જાય, માટે દીક્ષા ખતમ કરો અને એ દીક્ષા જેમાંથી નીકળે તે આગમોને ભસ્મીભૂત કરો, જેથી શાસન ન બગડે.’ આવા આવા આશયનું ઉન્મત્ત બનીને મર્યાદૃાહીનપણે જે બોલે અને લખે, તેઓ શું આ પ્રભુશાસનમાં એટલે કે, પૂજ્ય કોટીના શ્રીસંઘમાં રહેવા માટે પણ લાયક છે ખરા ?
સભા એક ક્ષણ પણ નહિ.
આજે જેમ શાસ્ત્રને કે શાસ્ત્રકારોને નહિ માનનારાઓ તરફથી વખતોવખત સૂચવાય છે કે, ‘ગમે તેવા તોય અમે તો સંઘ જ, અમે તો ફાવે તો શાસ્ત્ર માનીએ અને ન ફાવે તો ન માનીએ, છતાંય અમે તો સંઘ જ !' શું આ • પ્રમાણે બોલાય ?
સભા ઃ સમજદારથી તો એમ કદી જ ન બોલાય.
તો પછી દુનિયાનો નાનો વ્યવહાર પણ અક્કલહીનોથી નથી ચાલતો, તો શ્રી·જિનશાસનનો વ્યવહાર ગાંડાઓથી કેમ જ ચાલે ? ન જ ચાલે. અસ્તુ.
આપણે કહી ગયા કે, આ શાસન રાજા અને રંક એમ બેય માટે છે. રાજા રહી જાય અને રંક મોક્ષે ચાલ્યો જાય, એ આ શાસન છે. પ્રભુના શાસનમાં પ્રભુના પોતાના સમયમાં પણ કેટલાય ટૂંકો, ભયંકર હિંસકો અને ચોરી વગેરે ગુનાહિત કાર્ય કરનારાઓ પણ મુક્તિ પામી ગયા. આ સાંભળીને એ ધ્યાનમાં રાખજો કે, એવા પણ જે મુક્તિ પામી ગયા તે હિંસા તથા ચોરી વગેરે કરીને નહિ, પણ હિંસા તથા ચોરી વગેરેને તજીને ! વિશ્વમાં પરમ સત્યમાર્ગના પ્રકાશક શ્રી જૈનશાસનમાં જે દૃષ્ટાંતો લો, તેના મર્મને બરાબર સમજો.
શ્રી શાલિભદ્રને ત્યાં ઊતરતી નવાણું પેટીઓ, શ્રી બાહુબલીજીનું બળ તથા શ્રી અભયકુમારની બુદ્ધિમાત્રમાં ન મુંઝાઓ પણ સાથેના ગુણો પણ જુઓં અને મેળવવા પ્રયત્નશીલ બનો ! શ્રી શ્રેણિક મહારાજા પ્રભુના પરમ ભક્ત, ક્ષાયિક