SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ – 352. સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - જ્યારે મહાપુરુષો આવી રીતે બોલે છે, ત્યારે આજના જૈનકુલમાં અભ્યા હોવા છતાં જૈન કુલાંગારને છાજતાં ધર્મદ્રોહી કાર્યો કરનારાઓ કહે છે કે, “આ બધાને (સુદેવ, સુગુરુ અને સુધર્મને) દીપાવનારા અને જિવાડનારા અમે !” આમ બોલનારા એવી અક્કલવાળા છે કે, “ઇલેક્ટ્રિક બંધ થાય તો એક રાતમાં ત્રણ ભવ થાય તેવી પરતંત્ર દશા ભોગવવા છતાં પણ કહે છે કે, “અમે સ્વતંત્ર !” પોતાના હાથ, પગ પણ કોઈની સહાયથી ચાલે એવા છતાંય કહે છે. કે, “અમે સ્વતંત્ર !” યંત્રવત્ જીવે તે છતાંય કહે છે કે, “અમે સ્વતંત્ર !! ધર્મ કરવાની ફુરસદ નથી' એવું કહે એના જીવનની કિંમત કેટલી ? એને પૂછીએ કે, “કેમ ફુરસદ નથી ?' તો કહે કે, “ચૌદ કલાકનું કામ છે.” છતાંય પાછા ઉપરથી કહે કે, “અમે સ્વતંત્ર !” ખરેખર જેને જીવતાં ન આવડે અને જેને ખાતાંપીતાં ન આવડે, તે પણ કહે કે, “અમે સ્વતંત્ર !! . ઘર હોવા છતાં રસ્તામાં ભટકતો ખાય એ દશાવાળા પણ કહે કે, “અમે સ્વતંત્ર !” બેસીને ખાવા જેટલી પણ જેનામાં માણસાઈ નથી એવા પણ કહે કે, અમે સ્વતંત્ર !” આવા બધા પોતાની જાતને “સ્વતંત્ર' માની અને “શાસનને અમે દીપાવનારા છીએ' એમ કહીને કહે છે કે, “જૈનશાસનને હાનિ કરનારા ફક્ત બે જ છે : એક દીક્ષા લેનાર અને બીજા અપાવનાર !” કહો, કેવી ભયંકર દુર્દશા છે ? સભાઃ ન વર્ણવાય એવી ! દિક્ષા લેનાર, આપનાર તથા અપાવનાર એ જૈનશાસન માટે ભયંકર અને આ બધા સ્વચ્છંદીઓ એ શાસનના પ્રભાવક, એમ કોઈ પણ બુદ્ધિશાળી માને ? સભાઃ કમનસીબ હોય તે માને ! મોહના નશામાં ચકચૂર બની ખુરશી, ટેબલ પર બેસવું, ચા વગેરે પીણાં વારંવાર પીવાં, સિગારેટ પીવી, પાનના ડૂચા ચાવવા, ચાર આંગળ ઊંચી એડીવાળાં બૂટ પહેરવાં, વારંવાર પટીયાં પાડવાં, આવું આવું બધું જ કરવું અને ધાર્મિક ક્રિયાઓથી તો દૂર ને દૂર જ ભાગવું અને કહેવું, “અમે શાસનના, પ્રભાવક !” જૂઠું બોલવામાં એક્કા થવું અને પહેલા નંબરના ઉઠાવગીર બનવું, તે છતાંય કહેવું કે, “અમે શાસનના પ્રભાવક !!! જીવનમાં સંયમનો એક છાંટો પણ ન હોય તે છતાં પણ કહેવું કે, “અમે શાસનના પ્રભાવક !!!”
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy