SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 364 સમ્યગુદૃષ્ટિ, પણ એમણેય પહેલાં ભૂલ કરી હતી તો તેમને પણ નરકે જવું પડ્યું. શરમ કે પક્ષપાત કાંઈ જ ન ચાલ્યું. તીર્થંકર-નામકર્મ ભલે નિકા... પણ. નરકે જવું પડ્યું. ભગવાને પણ કહી દીધું કે, નરકે ગયા વિના નહિ ચાલે.” રાજાનો દીકરો નજરે જોતાં ખૂન કરી નાંખે, પછી ભલે એ રાજાનો દીકરો હોય પણ ન્યાયાધીશ એને કઈ રીતે છોડે ? રાજાનો માનીને કદી રહેમ કરે તો ફાંસીને બદલે દેશનિકાલ કરે, પણ ત્યાં તો ન જ રાખે. તો પછી જૈન નામ ધરાવનાર ગમે તેમ વર્તે તે કેમ ચાલે ? હજી કદાચ “એનું વર્તન એને ભારે” એમ માની લેવાય તો એ ચાલે, પણ ગમે તેમ બોલે એ કેમ ચાલે? ન જ ચાલે. જૈન ગણાવાની જે સામાન્ય યોગ્યતા છે કે, “સંસાર ખોટો અને મોક્ષ જ સાચો એ પણ ન માને તે જૈન તરીકે ન રહી શકે. સાચો જૈન તો સંસારને ખોટો માની છોડવા જેવો માને અને મોક્ષને જ સાચો માની મેળવવા જેવો માને. આરાધના સંસારની નહિ કરવાની, પણ મોક્ષની જ કરવાની, એવો એનો દઢ નિશ્ચય જ હોય. મોક્ષમાર્ગની, એના સ્થાપોની, એના રચનારની, એની આરાધના કરનારની, એને ખીલવનારની, એના પ્રચારકોની, એના પ્રકાશકોની, એના સહાયકો વગેરે બધાની જ આરાધના કરવાની; એમાં એને શંકા ન જ હોય. એને તો સંસારની છાયા પણ કારમી લાગે, કારણ કે, વખતોવખત એના કાનમાં – “શીતળ નહિ છાયા રે આ સંસારની. કૂડી છે માયા રે, આ સંસારની. ' કાચની કાયા રે છેવટ છારની, સાચી એક માયા રે જિન અણગારની.” આ ધ્વનિઓ પડ્યા જ કરે છે. એટલે એને સંસારની છાયા ભયંકર કેમ ન લાગે ? અવશ્ય લાગે જ ! આથી સમ્યગ્દષ્ટિ આત્મા પણ એવો હોય છે, એની છાયા સામા ઉપર એવી પડે કે, “સામાને પણ સંસારની છાયા ભયંકર લાગે !' એવો આત્મા પોતાની જાત ઉપર કઈ છાયા ઇચ્છે ? એવા આત્માને ત્યાગથી વિપરીત દેશના દેનારો સાધુ કેવો લાગે ? એવો આત્મા પોતાની જાત ઉપર ત્યાગીના ત્યાગની છાયા ઇચ્છે કે નહિ ? સભા ત્યાગીના ત્યાગની છાયા ઇચ્છે એ જ સમ્યગ્દષ્ટિ, જો એમ જ છે, તો ત્યાગી તથા ત્યાગ એ બેય પર જે વખતે આક્રમણ આવતું હોય, તે વખતે સમ્યગ્દષ્ટિ આત્મા મૌન કઈ રીતે રહી શકે ? કહેવું જ પડશે કે, “ન જ રહી શકે !! તો પછી ત્યાગી તથા ત્યાગ જેને ન ગમે તે સંઘમાં
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy