________________
91 – ૮ : શરણ કોને અપાય અને કોણ આપી શકે? 8 – ૯૧ માંદો થયો, જમાઈ ગાંડો બન્યો, જમાઈ બીજી પરણ્યો, છોકરીનું બગડ્યું, આવી આવી ચિંતાઓ કોને હોય ? દુઃખથી વૈરાગ્ય જ થતો હોય તો કેટલા નીકળે ? આ તો ઘણના ઘા પડે તોયે ન નીકળે, કેમકે - વિષયની મૂર્છા અજબ છે. અમે સાધુ ! અમારાથી બીજી વાત ન થાય. વ્યક્તિગત વાત અમે ન કરીએ ! જેથી વૈરાગ્યની અસર થાય અને પ્રભુમાર્ગમાં મક્કમ થવાય તે જ વાત કરીએ.
પ્રભુના શાસનની ચાવી પમાય તો સુખ છે, નહિ તો દુઃખના દાવાનળ છે ! દુઃખના દાવાનળમાં પડેલાને વૈરાગ્ય આવતો નથી. તમારાં દુઃખ કાંઈ થોડાં છે ? સાધુ જેટલી શાંતિથી સૂઈ શકે છે, તેટલી શાંતિથી તમે સૂઈ શકો છો ? ઘરમાં, બજારમાં, તમારી કિંમત શી છે એ તો કહો ? વાયદો પૂરો થાય અને તિજોરીમાં ન હોય તો ? મોટરમાં બેસી નાસભાગ કરનારને જરા એની હાલત તો પૂછજો.
વૈરાગ્ય આવે એને પ્રાણીમાત્ર પ્રત્યે હિતકર પ્રેમ હોય, નાનામાં નાના જંતુ પર સાધુ હિતકર પ્રેમ રાખી શકે, ગૃહસ્થ ન રાખી શકે. ગૃહસ્થની હાલત કફોડી છે. શ્રી જિનેશ્વરદેવને પ્રાણીમાત્ર પ્રત્યે હિતકર પ્રેમ હોય છે. ત્રીજા ભવમાં એમનો આત્મા, પાંચ ઇન્દ્રિયોના વિષયભોગની પરિપૂર્ણ સામગ્રીમાં તલ્લીન પડેલા જીવોને જોઈને, એ બધાને દુઃખી તરીકે ચિંતવી, એ બધાને સાચા સુખી કરવાની ભાવનાથી સંસારથી છોડાવી મોક્ષમાં પહોંચાડનાર શ્રી અરિહંત પરમાત્માના શાસનના રસિક બનાવવાની ભાવનારૂપ સર્વોત્કૃષ્ટ ભાવદયાથી શ્રી તીર્થકરનામ કર્મની નિકાચના કરે છે. બંગલા, બગીચા, વાડીવજીફાવાળાને પણ શ્રી તીર્થકર ભગવાને દુ:ખી માન્યા, તો એ દૃષ્ટિએ અમે પણ પૂર્વાવસ્થામાં દુઃખી હોઈએ, એમાં વાંધો શો ? મોટા રાજા-મહારાજા જે દૃષ્ટિએ દુઃખી ગણાયા તે દૃષ્ટિએ અમારા જેવા પામર દુઃખી હોય એમાં નવાઈ નથી. જેઓ આજે સંયમ નથી સ્વીકારતા અગર સંયમ તરફ જુદી દૃષ્ટિ ધરાવે છે, તેઓ દુઃખી નહિ જ હોય એવું ખરું ?
સભા: ઘણાય દુઃખી છે.
હવે આવો મૂળ વાત ઉપર. શ્રુતરૂપ નાળને નહિ સાચવી શકનારું શ્રી - સંઘરૂપ કમળ સજ્જનના મસ્તકે ચઢવાને લાયક નથી રહેતું, પણ પાણીમાં પડી, કોહવાઈ, કીડાને ભોગવવા લાયક બને છે. માટે શ્રીસંઘરૂપ કમળ પોતાનું સ્થાન મૃતરૂપ નાળ ઉપર અવિચલ રાખવું જ જોઈએ. અસ્તુ.