________________
૯૦
90.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ વૈરાગ્યના બળે પણ અહીં તો ઘણી ચાવી હાથ આવે એમ છે! ઘણી ચાવી મળી જાય છે !! શ્રી જૈનશાસનનો એ પરમ પ્રભાવ છે. રાજ્યનો કાયદો પણ આ આગમ, આ ધર્મ આ સંયમની આડે ન આવે. આમાં કોઈ કાર્યવાહી એવી નથી કે-જે રાજ્યના કાયદાથી ગુજાવાળી કે કોઈને પણ અહિતકર સાબિત થાય. ખોટી પ્રવૃત્તિ છતાં રાજ્યના કાયદામાં ન આવે એમ ન માનતા, પણ પ્રવૃત્તિ ખોટી છે જ નહિ. પ્રવૃત્તિ અત્યુત્તમ છે. એવી પ્રવૃત્તિ છે જ નહિ કે, જે કાયદાની ચુંગાલમાં આવે. હિતકર મનુષ્ય પ્રેમ સાધુને ન હોય તો બીજા કોને કહે ?
કાયદા ઘડનારા એવા કાયદા ઘડે જ નહિ. કદી ઘડાઈ જાય તો એ. ઘડાવનારા આપણામાંના જ નામચીન લોકો હોય. પેલા ઘડનારાઓની તો રક્ષક દૃષ્ટિ હોય છે પણ ભક્ષક દૃષ્ટિ નથી હોતી. કાયદા ઘડનારું મંડળ જ જુદું હોય છે. ભયંકર કાયદામાં પણ અપવાદ એટલા બધા રાખે કે-ન પૂછો વાત. કેમ કેદૃષ્ટિ એ છે કે-સો ગુન્હેગાર છૂટી જાય તેની પરવા નહિ, પણ એક બીનગુન્હેગાર માર્યો ન જવો જોઈએ. ફરિયાદ થાય ત્યારથી જ આરોપી પ્રત્યે ન્યાયાધીશ રહેમ નજરથી જુએ, એ ધોરણ છે. દષ્ટિ ત્યાં એ જ છે કે-ગુન્હેગાર ભલે છૂટી જાય પણ બીનગુન્હેગાર ન માર્યો જવો જોઈએ. આ દુઃખગર્ભિત વૈરાગ્યથી પણ અનંતા તરી ગયા, વર્તમાનમાં સંખ્યાબંધ તરે છે અને ભવિષ્યમાં અનંતા તરશે. દુઃખથી વૈરાગ્ય થઈ જ જતો હોત, દુઃખી બધા જ દીક્ષા લેતા હોત, તો ગૃહસ્થ કરતાં આજે સાધુની સંખ્યા મોટી હોત; કોઈ ગામ સાધુ વિનાનું ન હોત. દુઃખી કોણ વધારે ? મુનિ કે ગૃહસ્થ ? ભાડાના પૈસા ન મળે; રોટલો હોય તો પુત્ર ન હોય, છતે રોટલે ન ખવાય તેવી વ્યાધિ હોય, શરીરની ચિંતા હોય, છતે માલે ભોગવાતું ન હોય, કોઈને સ્ત્રીની, કોઈને પૈસાની, કોઈને દીકરાની ચિંતા ચાલુ જ હોય. સાધુને શું ? ગૃહસ્થને જુવાન દીકરો મરી જાય, લાખ રૂપિયા ચાલ્યા જાય, એ વખતે કોઈ કહે કે- દીક્ષા લેવી છે?' તો કહે કે-ફેર કમાઈશું.” દુઃખથી બધા દીક્ષા લે છે એમ માનો છો ? “દુઃખી હોય તે જ સાધુ થાય છે એવો અત્યારે આરોપ કરે છે. કલ્પના ખાતર એમ માનો, પણ બીજું કાંઈ ? તમારા જેટલું દુઃખ તો નાની વયમાં દીક્ષા લેનારાઓને નહોતું ને ? વિચારો તો માલૂમ પડે કે-આખો સંસાર જ દુઃખમય છે. પણ શુદ્ધ બુદ્ધિથી વિચારવું જોઈએ ! પ્રભુના શાસનમાં સંસાર જેને દુઃખમય લાગે છે તે જ દીક્ષા લે છે ! સંસાર જેને સુખમય લાગે છે તે નથી લેતો. સાચું સુખ જ પ્રભુના શાસનમાં છે:
તમારી ચિંતાનો સુમાર નથી. લાખ ગયા, પેઢી તૂટી, છોકરી રાંડી, છોકરો