________________
89 – ૮: શરણ કોને અપાય અને કોણ આપી શકે ? 8 - ૮૯ ભોગવે તે ભોગવવાને માટે નહિ, માત્ર પોતાનાં પૂર્વકૃત કર્મોની નિર્જરાને માટે ! જ્યારે ચક્રવર્તીની દશા તો એથી તદ્દન જુદી જ હોય છે ! ધારાશાસ્ત્રી શા માટે?
ધારાશાસ્ત્રી લોકના ભલા માટે છે. ઉપરથી જોતાં સરકાર કદાચ એમને સત્યવાદી હરિશ્ચંદ્ર માને છે. સદ્ગહસ્થ (જેન્ટલમેન) માને છે. માને છે કે-“એ જૂઠું ન જ બોલે, કાયદાનો જાણકાર હોવાથી ગુન્હો ન જ કરે, અનીતિ ન કરે અને ખોટા દસ્તાવેજ વિગેરે પણ ન કરે.' ધારાશાસ્ત્રી માટે ખોટું બોલ્યાની ટીકા કોર્ટથી પણ ન થાય, કેમકે-માને છે કે એ ખોટું ન બોલે. જો એ ખોટું બોલે તો આખા જગતના એ વિશ્વાસઘાતી ગણાય. એનાથી જૂઠી સલાહ ન દેવાય. સભા: એ ગુન્હો કરે, જૂઠું બોલે, કાયદાનો ભંગ કરે, તો સનંદ જાય. એવી તો
કેંકની ગઈ. કેસમાં પૂરી ખાતરી લાગે તો જ અસીલને કોર્ટે જવાની સલાહ આપે. શંકા હોય તો ખોટી સલાહ ન આપે; આવા હેતુથી ધારાશાસ્ત્રી નિમાયા છે ને ? કાયદા સમજો, જે ધારાશાસ્ત્રી ન હોય તેની પાસે સલાહ જેવા જાઓ, એ ધારાનો જાણકાર ન હોય અને સલાહ આપે તો દંડ થાય. એ જ રીતે ધારાશાસ્ત્રીની સલાહથી ગુન્હો કર્યો છે, એમ સાબિત થાય તો ગુન્હેગાર છૂટી જાય, અને પછી તો
આટલી આટલી કાયદાની દૃષ્ટિએ કાર્ય કરવું વાજબી લાગ્યું હતું, એમ * ધારાશાસ્ત્રીએ પુરવાર કરવું પડે. એ જો પુરવાર ન કરી શકે તો
આરોપીની શિક્ષા એ ધારાશાસ્ત્રીને થાય. * . ખરી વાત તો એ કે-જનતા મૂર્ખ (અજ્ઞાન) અને સ્વાર્થમાં ફસેલી છે, એટલે જ પ્રપંચ કરનારાઓ ફાવી જાય છે. જો જનતા એમને બરાબર ઓળખી લે, પોતે જરા સમજદાર બની દોડાદોડ ન કરે, તો પ્રપંચીઓની ઑફિસો ત્રણ દિવસમાં બંધ થઈ જાય.
કાયદો નહોતો જાણતો-એવો બચાવ તમે કોર્ટમાં કરી શકો. વકીલ બૅરિસ્ટર કે સૉલિસિટરથી ન થાય. ડીગ્રીધરથી એવો બચાવ ન થાય. તમો એવો બચાવ કરો તો ચેતવણી આપી રહેમ નજરથી કદાચ તમને કોર્ટ છોડે, પણ કાયદાશાસ્ત્રીને તો બેવડો ગુન્હેગાર ગણે. જે ધારાશાસ્ત્રીઓ એ જોખમદારી નથી સમજી શકતા અને કેવલ સ્વાર્થપરાયણ જ છે, તે સાચા ધારાશાસ્ત્રીઓ નથી પણ કોક જુદી જ છે. અસ્તુ ! છોડો એ વાત !
આ બધું તમે એમને સમજાવજો અને કહેજો કે તમે ભણ્યા, ડીગ્રી મેળવી, પણ રહ્યા એવા ને એવા ! વગર કાયદા ભટ્ટે જૈનશાસનના પ્રભાવે, સામાન્ય