________________
–
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧
-
3
સભાઃ એ સૉલિસિટર અગર એવાઓ તો એમ કહે છે કે - “દુનિયાના પ્રેમીએ
તો જે જેનો અર્થી હોય તેને તે આપવું.' લક્ષ્મીના અર્થીને લક્ષ્મી તથા પુત્રાદિકના અર્થીને પુત્રાદિ આપવા, એમ? જો એમ જ તેઓ કહેતા હોય, તો હું કહું છું કે જેને સાધુ એ નહિ આપે. જેને સાધુ તો માત્ર “ધર્મલાભ' જ આપે. ખરેખર, જૈનમુનિ પાસે સંસારપોષક ઉપદેશ અપાવવાની મનોવૃત્તિ ધરનારા પોતાની જાતને ઘણી જ અધમ જાત તરીકે પુરવાર કરે છે અને એથી પોતાની બહુલ સંસારિતા સાબિત કરે છે. નહિતર “જેન' તરીકે ઓળખાવનારાઓની આવી બુદ્ધિ હોવી ન ઘટે.
. હિતકર મનુષ્યએમ વિરાગીને હોય કે રાગીને હોય?
સંસાર દુઃખમય છે” એમ સમજાવવાથી ઘણા જૈનો જો સંસારને દુઃખમય માની લે, તો “પોતાનાં ખિસ્સાં કેમ ભરાશે ?' એમ અકળામણ થઈ હોય, એમ સહેજે સમજી શકાય એટલે એમ બોલવાનો ખરો હેતુ આ પણ હોય, એ બનવાજોગ નથી શું? બધા જેને જો સમજે કે - “લક્ષ્મી આવે એ પુણ્યોદય અને જાય એ પાપોદય; એની પરવા ન હોય, એમાં હર્ષશોક ન હોય;' તો કોઈ કોઈના ઉપર દાવો ન માંડે, એ ભય એ સૉલિસિટરને લાગ્યો હશે ! તિલક કરીને પ્રભુપૂજક તરીકેની એ પ્રતિષ્ઠાના નામે પૈસા ખવાતા હોય તો તે નહિ ખવાયએની ગભરામણ થઈ હશે ? પછી શું હશે, તે તો જ્ઞાની મહારાજ જાણે ! બાકી તો વિરાગી વ્યક્તિ, મનુષ્ય પર જેવો હિતકર પ્રેમ દાખવી શકે છે, તેવો રાગી કદી દાખવી શકતો જ નથી.
એક શ્રી વીતરાગ પરમાત્માએ જગતનો જે પ્રેમે જીત્યો તથા જગતનું જે એકાંત ભલું ઇછ્યું, તે દુનિયાના કયા શહેનશાહે કર્યું ? ચક્રવર્તીને જે સાહ્યબી નહિ, તે સાહ્યબી શ્રી તીર્થંકરદેવ ભોગવે છે. તીર્થંકરદેવને જ એ મળે છે ! ચક્રવર્તીને સિંહાસન શોધવું પડે, જરા આંખ પણ ઊંચી કરવી પડે અને તીર્થંકરદેવ તો જ્યાં બેસે ત્યાં સિંહાસન ગોઠવાઈ જાય. ચક્રવર્તીને અમુક વખતે છત્ર અને શ્રી તીર્થંકરદેવને કાયમ છત્ર. ચક્રવર્તીને સભામાં ચામર વીંઝાય અને શ્રી તીર્થંકરદેવને ચોવીસે કલાક ચામર વીંઝાય; કારણ કે-એ વીતરાગ છે અને ચક્રવર્તી તો ગમે તેવા તોયે રાગથી વિટાયેલ છે. શ્રી તીર્થંકરદેવ જ્યાં પગ મૂકે ત્યાં સુવર્ણકમલ ગોઠવાઈ જાય. આટલી સાહ્યબી નિર્વાણ સમય પર્યત ભોગવવા છતાં, શ્રી તીર્થંકરદેવ મોક્ષે જાય અને ચક્રવર્તી જો ચક્રવર્તીપણાની સાહ્યબી ભોગવતાં મરે તો નિયમા નરકે જ જાય. આમ કેમ ? શ્રી તીર્થંકરદેવ સાહ્યબી