________________
૮ : શરણ કોને અપાય અને કોણ આપી શકે ? - 8 —
સૉલિસિટરને વધુ દયાપાત્ર બનાવે છે ! શું એ સૉલિસિટર એમ મનાવવા માગે છે કે : -
87
62
૧. સંસારને દુઃખમય કહેનાર લોકને હેરાન કરનાર છે ?
૨.
જો એમ જ હોય તો એ સૉલિસિટર લોકના ઉપકારી કોને માને છે ? ૩. અને સંસારને દુઃખમય કહેનારમાં મનુષ્યપ્રેમ નહિ હોવાનું કારણ શું ? અસ્તુ. છોડો એ વાતને !
હું તો ભારપૂર્વક કહું છું કે-વૈરાગ્ય આવે ત્યાં પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ તો આપોઆપ આવે છે. જ્યાં વૈરાગ્ય જ નથી ત્યાં પ્રાણી પ્રત્યે પ્રેમ ક્યાંથી હોય ? જેના આત્મામાં વૈરાગ્ય જાગ્યો, ત્યાં પ્રાણીમાત્ર પ્રત્યે અપાર પ્રેમ જાગે છે, આપોઆપ એ પ્રેમ આવે છે, પ્રગટે છે, પણ વૈરાગ્ય નથી ત્યાં એ સાચો પ્રેમ આવતો જ નથી. વિરાગ.વિનાનો, એટલે કે સંસા૨૨સિક આત્માનો જે પ્રેમ, તે મોહના ઘરનો છે. એટલે કે-‘રાગ’ છે. અને તેની ગણના અઢાર પાપસ્થાનક પૈકીના દશમા પાપસ્થાનક તરીકેની છે. એ રાગ તો દ્વેષાદિકનો ઉત્પાદક છે. એના યોગે જ આ સંસારની ભરમાર ચાલુ છે. તમને દ્વેષ શાથી આવે છે, એ સમજો !નિંદા ન કરો ! કાં તો જે વસ્તુ પ્રત્યે તમને રાગ છે એની પ્રાપ્તિમાં કોઈ અંતરાય કરે તો દ્વેષ આવે, અથવા જે વસ્તુ પ્રત્યે રાગ છે તે વસ્તુ કોઈ ઝૂંટવે તો ‘દ્વેષ આવે અથવા જે વસ્તુના તમે રાગી છો તે વસ્તુને કોઈ નુકસાન પહોંચાડે તો પણ તમને દ્વેષ આવે.
આથી સ્પષ્ટ જ છે કે-દ્વેષનું કારણ પણ રાગ જ છે ! સંપૂર્ણ રાગ જાય એટલે વીતરાગત્વ પ્રગટે અને રાગ ખરાબ લાગે એટલે વૈરાગ્ય પ્રગટે. પૌદ્ગલિક સુખ અને એનાં સાધનો પ્રત્યે દ્વેષ એ વૈરાગ્યને ઉત્પન્ન કરનાર છે, એવો વિરાગ જેને ઉત્પન્ન થયો હોય તેવા સાચા વિરાગીને તો પ્રાણીમાત્ર પ્રત્યે હિતકર પ્રેમ થાય. સંસારરસિકોને અમુક ઉપર જ પ્રેમ થાય, કુટુંબકબીલામાં જ પ્રેમ થાય અને સંસારથી વિરક્ત એવા સત્પુરુષો તો આખી વસુધા (પૃથ્વી)ને પોતાનું કુટુંબ માને આથી અમને વિશ્વના તમામ જીવો ઉપર નિર્વ્યાજ પ્રેમ પ્રગટે એ સ્વાભાવિક છે. સંસારરસિકો તો સ્નેહીઓની પાસેથી સ્વાર્થ સાધવાની ભાવનાવાળા હોય છે, ત્યારે સજ્જનો તો દરેકને સાચો સ્વાર્થ સાધવાની ભાવનાવાળા હોય છે. જૈન સાધુ દેશના શા માટે આપે ? માન માટે દેશના આપવાની શાસ્ત્રોએ ના પાડી છે. શ્રી વીતરાગ પરમાત્માનો સાધુ કેવળ સામાના સાચા ભલા માટે જ ધર્મદેશના આપે. માટે સમજો કે-કર્મથી ૫૨વશ બનેલું જગત માગે તે આપવાનું કામ જૈનમુનિનું નથી.