________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
સભા આટલું કહેવા છતાં અસર કેમ ન થાય ?
એ તમે જાણો ! તમારા અંતરને જ પૂછી લો ને ! જો શુદ્ધ રીતે વિચારશો તો મારા કરતાંય એ સારો જવાબ આપશે.
૨૫૦
સભાઃ અનીતિથી પેદા કરેલી લક્ષ્મી ધર્મમાર્ગે ન વપરાય એ બને ?
એમ પણ બને ! પણ અનીતિ કેમ થઈ ?
250
સભા લાલસાથી.
લાલસા ક્યાંથી આવી ? વિચારો, ખૂબ વિચારો. વિષયો ઉપરની આસક્તિ જ્યાં સુધી ઘટે નહિ, વિષય પ્રત્યેનો પ્રેમ ઘટે નહિ, એના ૫૨ અંકુશ મુકાય નહિ અને ‘પૌદ્ગલિક પદાર્થો મારા નથી' એ ભાવના થાય નહિ, ત્યાં સુધી સાચી ઉદરતા આદિ સદ્ગુણોની પ્રાપ્તિ અશક્ય જેવી છે.
સભા કોઈ ઓળવી જાય તો ?
ત્યાં તો આંખ ચોળીને ઊભો રહે ! સ્ટીમર ડૂબે એમાં પોતાનો માલ જાય એ સહન થાય ! કોઈ ઓળવી જાય તો આંખ ચોળીને ઊભો રહે, પણ કાંઈ ત્યાગ ઓછો જ છે ? આજે પચ્ચીસ લાખના આસામીને કહેવામાં આવે, અત્યારે શાસનની સેવા માટે લક્ષ્મીના સદુપયોગની જરૂ૨ છે; લક્ષ્મી અસાર છે એ તો તમે જાણો છો; પ્રભુમાર્ગ ઉપરની આપત્તિ ટાળવાની છે. પ્રભુમાર્ગનો પ્રચાર કરવાનો છે; તેમાં તમારી લક્ષ્મીનો સદુપયોગ કરી પ્રભુશાસન પ્રત્યેની તમારી ફરજ અદા કરો; એના યોગે અનેક આત્માઓ ધર્મ પામશે.' તો કોઈ કોઈ પુણ્યશાળીને છોડી, મોટો ભાગ મૌન અંગીકા૨. કરે; કારણ કે, લક્ષ્મીની મૂર્છામાં પડેલા આત્માઓનો સ્વભાવ જ એવો હોય છે. પણ તે જ સમયે સમાચાર મળે કે, ‘પાંચ લાખ ગયા અને ઉપરથી બે લાખનું દેવું થયું' ત્યાં શું કરે ? કમને પણ સહન કરવું પડે; કોને કહેવા જાય ? પછી ડહાપણ કરવા માંડે કે, ‘લક્ષ્મી ચાલી ગઈ અને કરવાનું રહી ગયું.' હિતૈષીઓ કહે છે કે, ‘એ ડહાપણ સમયસરનું નથી.’
અશુભોદય ધર્મને કે ધર્મીને ?
આસક્તિ ઉપર કાપ મૂક્યા વગર કદી સુખ થવાનું નથી, માટે તો સાધુપણાની વાત પહેલી થાય છે. સુખ તો અહીં (સાધુપણામાં) જ છે, ત્યાં (સંસા૨માં) તો નથી જ. સંસારમાં પણ જેને પૂર્વે સુખ હતું, તે પણ આના (સાધુપણાના) રંગીપણાને લઈને જ. પૂર્વના મહર્ષિઓ પૂજા તથા માનપાનમાં
સંયમનો પ્રભાવ માનતા અને એથી જ સંયમની કાળજી વધુ રાખતા અને