________________
5 – ૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા 21 - ૨૫૧ આપત્તિમાં અશુભનો ઉદય માનતા, અને તે ભોગવાઈ જાય છે એ ઠીક થાય છે” એમ માનતો હતો. શ્રાવકો પણ સંસારમાં સુખી હતા, તેનું કારણ એ કે, એમને ધર્મની લગની હતી. લાખ આવે તો પુણ્યોદય માનતા અને નક્કી કરતા કે, સદુપયોગ વધુ કરશું અને લાખ જાય તો અશુભોદય માનતા, અને વિચારતા કે, “ઉપાધિ ગઈ, ધર્મ વધારે થશે. શાંતિથી થશે.” આજે પણ સંયમરસિક મહર્ષિઓ તથા શ્રાવકો એમ જ માને છે.
સભાઃ અશુભોદય ધર્મીને કે ધર્મને ?
અશુભનો ઉદય હોય તો તે ધર્મને નહિ પણ ધર્મીને હોય. પૂર્વના આચરેલ અધર્મ વડે બંધાયેલ કર્મનો ઉદય તે અશુભોદય. શ્રી સિદ્ધગિરિ બંધ થયો હતો, એ આફત શ્રી સિદ્ધગિરિજીને હતી કે આપણને ? દર્શન અને પૂજન આદિ કરવાથી વંચિત તો આપણે રહ્યા હતા. એક બોલનાર એમ પણ બોલ્યો હતો કે, શ્રી સિદ્ધગિરિ માટે આટલા બધા રૂપિયા શા માટે આપવા ? આ રૂપિયાથી તો આપણે નવ લાખ શ્રી સિદ્ધગિરિ પેદા કરીશું.' આવું બોલનારની દશા, સીધી રીતે આજીવિકા ચલાવવા જેવી પણ નથી. પરમતારક શ્રી સિદ્ધગિરિજી માટે જ્ઞાની પુરુષો જ્યારે એમ કહે છે કે, “ત્રણ ભુવનમ કે ચૌદ ક્ષેત્રોમાં આવું તીર્થ નથી ત્યારે આજનાં એક કમનસીબે કહ્યું છે કે, “એવા શ્રી સિદ્ધગિરિ આપણે લાખ પેદા કરીશું !” અને અજ્ઞાન તથા ધર્મભાવનાથી હીણ થઈ ગયેલા કેટલાક આત્માઓએ તે કમનસીબના કથનને વધાવી લેવાની પ્રવૃત્તિ પણ કરી છે !
સભા બોલવામાં અને તાળીઓ પાડવામાં ગયું શું? : ‘એક લાખ શ્રી સિદ્ધગિરિ ઊભા કરીશું' - આવું કોઈ ડાહ્યો કે ભણેલો ગણેલો બોલે ? સમ્યગુદૃષ્ટિ આત્માના મુખમાંથી એવા ઉદ્ગાર નીકળે ? કદી જ નહિ. શાસ્ત્ર તો કહે છે કે, શ્રી સિદ્ધક્ષેત્ર ઉપર કાંકરે કાંકરે અનંતા આત્માઓ મુક્તિપદે ગયા છે. શ્રી સિદ્ધગિરિ, એ તો ત્યાગના ફુવારાની ભૂમિ છે ! એની સ્પનામાં પણ આત્મસુખનો અનેરો અનુભવ થાય છે. વાતવાતમાં વિષયવિલાસની જ વાતો કરનારા શ્રી સિદ્ધગિરિજી પેદા કરશે ? એવા લોકો ૧. તે સમયના પાલિતાણાના ઠાકોરે યાત્રાળુઓ ઉપર મુંડકાવેરો નાંખવા તથા શ્રી સિદ્ધગિરિ ઉપર
પોતાનો અયોગ્ય રીતે હક્ક સ્થાપિત કરવા અનેક પ્રકારની કનડગત ઊભી કરી હતી, તેના વિરોધમાં તા. ૧-૪-૨૦ વિક્રમ સં. ૧૯૮૨ ચૈત્ર વદ-૭ ગુરુવારથી લગભગ ૧ વર્ષથી પણ વધારે સમય માટે શ્રીસંઘના નિર્ણયથી શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ જવાનું બંધ કરવામાં આવ્યું હતું. આ અંગે જેમાં છેવટે સમાધાન થતાં સાડા બાર લાખ રૂપિયા આપવાનો નિર્ણય થયો ' હતો અને મુંડકાવેરો તથા અયોગ્ય માંગણીઓ માંડી વાળી હતી. . જુઓ આ અંગે વીરશાસન વિ. સં. ૧૯૮૦થી ૧૯૮૩ સુધીની ફાઈલો.