________________
૫૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
તો શ્રી સિદ્ધગિરિજી જાય તો પણ સવારે ચા પીને અને નાસ્તો વગેરે કરીને ચડે અને પૂછનારને બચાવમાં એમ કહે કે, ‘પેટપૂજા કરીને જઈએ તો ઉપર પૂજા ઠીક થાય !’ ‘કુટેવ પડી છે, નથી ચાલતું' એમ કહેવું જોઈએ, એના બદલે ઊલટું જ બોલે. પેટની પૂજાને ઉપરની પૂજાનું સાધન મનાવે, કારણ કે, એમનાં ચશ્મા જ ઊંધાં છે !
252
તીર્થભૂમિએ જવા નીકળે ત્યારથી કર્મનિર્જરા શરૂ થાય, પણ કોને ઘેરથી નીકળે એટલે ઘરની ચિંતા જ નહિ એને આજે તો તીર્થયાત્રા માટે નીકળનારા વિષયરસિક આત્માઓ માર્ગમાં અને તીર્થમાં પણ ચા, બીડી આદિ વ્યસનોનો ત્યાગ ન કરે, રાત્રિભોજન જેવા પાપને પણ ન તજે અને નબળાપોચાને હેરાન કરવાનું પણ ન ચૂકે. કેટલાક તો ગંજીપા અને ચોપાટ વગેરે વિષય કષાયને પોષનારાં સાધનોને પણ સાથે લેવાનું શીખ્યા છે; કારણ કે, બિચારા નવરા પડે ત્યારે કરે શું ?
તીર્થયાત્રાએ જાય ત્યાં પણ એ બિચાશ નવરા જ પડે, કેમ કે, એ બિચારાઓ માટે જાણે કે, કોઈ ઉત્તમ ક્રિયાઓ કરવાની બાકી જ નથી. જેનાથી તરાય તે તીર્થ; એટલે કે, તીર્થમાં તો તરવાની જ ક્રિયા કરાય' આ વાતનું તો તે બિચારાઓને ભાન જ નથી, તરવાની ક્રિયાની ખોટ છે કે, જેથી ચોપાટ અને પાનાં સાથે લઈ જવાં પડે ? ત્યાં જવા ગાડી અને ડોળી જોઈએ અને ચોપાટી ઉપર ફરવા જવું હોય તો ચાલીને જાય ! ખાસ કારણ સિવાય ડોળીનું કામ શું ? પગે ચડતાં, જયણાથી પગ મૂકતાં જે નિર્જરા થાય તે ડોળીમાં ઓછી જ થાય ? પણ નિર્જરા તરફ એમની નજર જ ક્યાં છે ?
એક પણ પુણ્યક્ષેત્ર ન જ સીદાવું જોઈએ ઃ
ધર્મને માટે શું કર્યું કે, જેથી થાકી ગયા ? થાકી ગયા એવું બોલવાનો આજે કોને અધિકાર છે ? તમે કર્યું શું કે, થાક્યા ? કઈ તકલીફ વેઠી ? મન, વચન, કાયાના કયા ભોગ આપ્યા ? ધનના કયા ઢગલા સમર્પા ? મને તો કંઈ સમજમાં જ ઊતરતું નથી. ધર્મની રક્ષા માટે સહાય માંગતા પુણ્યાત્માઓને ‘લ્યો, માંગો, લઈ જાઓ, અમને ખબર પડતી નથી, પણ જે જોઈએ તે લઈ જાઓ' એવું કોઈએ કહ્યું ? પૂર્વે આ સ્થિતિ હતી. પૂર્વે ધર્મનાં ખાતાં એ રીતે ચાલતાં હતાં કે, કોઈને ખબર પણ પડતી નહોતી. આજે તો કહે કે, ‘જ્યાં ત્યાં હું !' પછી બધું ગણાવે ! ખાતાવહી કાઢો તો ખબર પડે કે, ધર્મના ખાતામાં વધારે કે ઘરના ચા, પાન, દૂધ, ઘીના ખાતામાં વધારે ?
દેરાસરમાં જાય તો પૈસો કાઢે; આની આવે તો પાછી લે અગર આની