________________
a – – ૧૯ : સંસારરસિકને શાસ્ત્રો ન ગમે - 19 - ૨૩૧ ગમે તેમ ખાઈએ-પીઈએ, હરીએ-ફરીએ, તેમાં સાધુના બાપનું શું જાય? શાસ્ત્ર અમારી પત્તર કેમ ખાંડે ?' આવું બોલનારા નાસ્તિક છે. આવાને આસ્તિક કહે એ પણ નાસ્તિક છે, અને આવાને શરણે જાય તે કંગાલ છે !
સભાઃ નાસ્તિક શબ્દ એ ગાળ છે ? પરલોકને સુધારનારી ક્રિયા પ્રત્યે જેનામાં શ્રદ્ધા નથી, તે નાસ્તિક ! સભા: આ તો વ્યાખ્યા છે.
આ વ્યાખ્યા જ છે. દુનિયા કહે છે કે, “જેની પાસે પૈસા ન હોય એ દરિદ્રી!” શું આ ગાળ છે ? નહિ જ, તો પછી “જેને પરલોકને સુધારનારની ક્રિયા પ્રત્યે શ્રદ્ધા નથી, તે નાસ્તિક !” એમ કહેવાય. એથી આને પણ ગાળ ન જ કહેવાય, પણ વસ્તુની વ્યાખ્યા જ ગણાય. આથી સ્પષ્ટ છે કે, જે એવા હોય, એવાના સાથી, સહાયક, પાલક, પોષક અને પ્રેરક હોય, તે બધા નાસ્તિક અને એવાના જે આગેવાન તે મહાનાસ્તિક !
સભાઃ એના પ્રત્યે આસ્તિકની શી ફરજ ?
પહેલી તો ફરજ એ કે, એના સંગથી દૂર રહેવું. એના સંગથી એટલે સોબતથી દૂર રહેવું, એ આપણને અલગ કરે તો રાજી થવું. શક્તિનો ઉપયોગ કર્યા વગર, વગર મહેનતે એ ખસતા હોય તો એવા ભલા કોણ ?
સ્કંધક મુનિએ ચામડી ઉતારવા આવનારને કહ્યું હતું કે, “કાયા તજવી તો હતી જ. પણ જાતે ન તજાત, તું તજાવા આવ્યો માટે મહાઉપકારી ! તું ભલે આવ્યાં! તું કહે તેમ ઊભો રહું !” માટે યાદ રાખી લો કે, જે ગુણો પેદા કરવા હોય એની પ્રતિપક્ષી વસ્તુ તજવી જ જોઈએ. તજવા યોગ્ય માનવી જ જોઈએ.
* “સોડ૬ નો જાપ કરનારા “સોડદંડ કરે, ને ભગવાનને કહે કે, “તું વીતરાગ, તેથી શાંત બેસી રહે અને હું ઘેર જઈને સાહ્યબી ભોગવું; તું ભલે વિતરાગ રહે ને હું રાગી થાઉં, કેમ કે, “સોડ' તે હું !” તને ભોગો ન ગમ્યા તો ન ભોગવ્યા; મને ગમે છે માટે ભોગવું, કેમ કે, “સોડ€ તે હું.”તને ખાવું ન ગમ્યું તે તેં તપ કર્યા: મને ગમે છે માટે ખૂબ ખાઉં, કેમ કે, “સોડ' તે હું !' બસ સોડÉ તોડવં' આવા જાપ કરનારા ને આ રીતે વર્તનારા આવા અજ્ઞાન ભેગા થાય તો શું થાય ? “સોડ૬' શબ્દનો ભાવ તો સમજો ! " નોકર અને શેઠ બેય આદમી તો સરખા, પણ નોકર ઊભો જ રહે; અને શેઠ ગાદીએ બેસે. નોકર રૂડો, રૂપાળો અને બળવાન હોય તોયે એને ઊભા