________________
૨૩૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – રહેવું પડે. શેઠ કાળો-કદરૂપો હોય, તોયે ગાદીએ બેસે. રૂપેરંગે મનુષ્ય સરખા છતાં એકને મોટરમાંયે બૂટ મળે અને એકને રસ્તે રખડતાંયે ન મળે; એકને ભાણે પચાસ ચીજ આવે અને બીજાને પાંચ પણ નહિ; એકને બે મળે તે પણ કાચીકોરી અને બીજાને ન પણ મળે ! આમ કેમ ? ભાગ્ય !ઘરમાં જાય તો પત્ની પણ પથ્થર મારે એવી હોય ! કહે કે, “ફાવે ત્યાં જા, સૂઝે તેમ કરે, પણ મારા માટે બધું લાવ !” આ બધું જોતાં પણ સંસારની અસારતા ન સમજાય અને વૈરાગ્ય ન થાય ? સંસારની વાસ્તવિક સ્થિતિ જુઓ તો તરત વૈરાગ્ય થાય ધર્મ તેના ભક્ષકનો ભક્ષક છે :
આગમો સળગાવવાનું કહેનારા, આગમ સામે યથેચ્છ લવારો કરનારા કેવા છે ? દેખાવે તો રૂડા ! પણ એમની આગળ-પાછળ અને આજુબાજુ જુઓ તો બધું જ પ્રાયઃ મલિન છે. એમનાં પાપોનું આ આગમ ખંડન કરે છે, એથી એમને આગમ ખટકે છે.
એ લોકો પામી ગયા કે, “આ આગમો તથા આ સાધુઓ અમારાં પાપ ખુલ્લાં કરે છે, અમારા દંભના પડદા ચીરે છે. માટે એ ગભરાયા છે.
એ ગભરાયા છે કે, “અમારી હિંસા, જૂઠ, ચોરી અને અનાચાર આદિના દંભને સાધુઓ ઉઘાડા પાડે છે; લોકો અમને ધર્મ સમજતા હતા, તે હવે આ સાધુઓએ અમારું સ્વરૂપ ખુલ્લું કર્યું એટલે લોકો અમને હવે ધર્મ માનતા નથી. આથી સાધુઓ શાસ્ત્રનો જે પ્રકાશ ફેંકી રહ્યા છે, એને ઝાંખો કરવા એ તૈયાર થયા છે.
એ લોકો સમજ્યા કે, “પહેલાં તો અમને આગળ જગ્યા મળતી હતી, પણ સાધુઓ અમને ઓળખી ગયા છે, માટે હવે અમને પેસવાના પણ સાંસા છે, માટે હવે પોલ નહિ ચાલે; હવે તો એક જ ઉપાય છે કે, “જે સાધુઓ જીવતા-જાગતા રહ્યા છે એમના પર કાળા પડદા નાંખો, ચીતરાય એટલા કાળા ચીતરો ! અને આગમ તો બોલવાનું નથી; માટે એને જ બાળી નાંખો એટલે પંચાત મટી !'
એ લોકો સમજી ગયા છે કે, હવે અમારી નાસ્તિકતા ઉઘાડી પડી ગઈ છે, એટલે અમારા આડંબરો ચાલી શકે તેમ નથી.”
તેઓ ઊંડે સુધી સમજી ગયા છે કે, “જો સાધુ જીવતા રહ્યા અને આગમ હયાત રહ્યું, તો આપણી હાલત ભયંકર છે !” માટે જ કહે છે કે, “આગમને બાળો અને સાધુને કાળા ચીતરો !”
તેઓ સત્યપ્રકાશને ઉશ્કેરણીનો આરોપ આપે છે ! એ આરોપ વહોરીને,