________________
૨૩૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
20, જીવતો માને અને કહે કે, “સોડ૬' ત્યાં શું ? “તે હું” અને “હું આનો (હાડચામનો) પણ એનો મેળ શી રીતે મળે ?” “સોડÉ'નો જાપ કરનારે કપણાની ક્રિયા તજવી જોઈએ અને “સઃ' થવાય તેવી ક્રિયા કરવી જોઈએ. સોડદંનો જાપ કરે અને “દંપણાની ક્રિયા સારી અને કરવા જેવી છે એમ માને, એ વસ્તુતઃ નાસ્તિક છે. એ ધર્મી તો નથી, પણ સામાન્ય આસ્તિક પણ, નથી. કંદમૂળ ખાતી વખતે કહે છે કે, “પુદ્ગલ પુદ્ગલને ખાય છેએમાં આત્માને શું ? હું તો ભિન્ન છું!” એને કહીએ કે, ‘ત્યારે કોલસા ખા ને !” પણ એ તો ખૂંચે છે ! ત્યાં “પુદ્ગલ પુદ્ગલને ખાય' એ સૂત્ર નહિ ? આવો કુપંથ આજે ફેલાઈ રહ્યો છે. આવાઓને ‘સોરંનો જાપ શી રીતે ફળે ? .
જે સ્વરૂપ ખીલવવું હોય, તેની પ્રતિપક્ષી વસ્તુને તજવી જોઈએ. આપણે સ્વરૂપે શુદ્ધ તો ખરા, પણ ક્યારે ? આત્મામાં જે કચરો હોય તે કાઢ્યા વિના શુદ્ધ કેમ થવાય ? “પુદ્ગલ પુદ્ગલને ખાય, એમાં આત્માને શું ?” આવું કહેનારાને વૈરાગ્ય કેમ આવે ? આ બધાં વૈરાગ્યના વૈરી છે અને વૈરાગ્યના વેરી છે, માટે જ શ્રી જિનેશ્વરદેવના શાસનના વૈરી છે અને શ્રી જિનેશ્વરદેવના શાસનના વૈરી છે, માટે જ એ પરમ નાસ્તિક છે ! સંસારમાં વૈરાગ્ય ન થાય, એ આશ્ચર્ય !
દુનિયા છોડીને સંયમ લીધા પછી દુનિયાની વાત કરવામાં હરકત શી?” એમ માની જેઓ દુનિયાને દુનિયાના માર્ગમાં વધારવાની વાતો કરનારા છે, તેમને પૂછવું જોઈએ કે, “આપે છોડ્યું શું કામ ?” એ કહે કે, “ખોટું હતું, સંસારમાં ભટકાવનારું હતું તેથી !” તો તરત જ પ્રશ્નકારે કહી દેવું જોઈએ કે, ‘ત્યારે તમે ભટકવામાંથી છૂટ્યા અને બીજાને શા માટે ભટકાવો છો ?”.
જે છોડ્યું એનું ખંડન કરે, એ નાસ્તિક જ છે. સંસાર છોડ્યા પછી સંસારના મંડનની વાત, એ નાસ્તિકતા છે. નાસ્તિકના શિરે કાંઈ શીંગડાં નથી ઊગતાં ! પોતે જે વસ્તુને ભૂંડી માની, નાશકારક માનીને છોડી પછી બીજા પાસે એની વાત કરવી, એનું મંડન કરવું, એનો અર્થ તો એ છે કે, પોતાને જ ત્યાગ, વૈરાગ્ય ગમ્યો નથી. જો એમ જ હોય તો તો સમ્યક્ત્વ ગયું અને મિથ્યાત્વ આવ્યું. છતાં સમ્યકત્વનો ડોળ કરવો, એ તો ભયંકર નાસ્તિકતા છે, એમાં શંકા જ શી ?
પરલોકની ક્રિયા ન ગમે અને કેવળ આ લોકની જ ક્રિયા ગમે, એ જ નાસ્તિકતા છે. ભયના સ્થાને જવાની ઇચ્છા કોઈની થાય ? ભૂલથી જઈ ચડે તોયે સાવધાનીથી ચાલે. “પરલોકની ક્રિયાની જરૂર શી ? અમે સ્વતંત્રતાથી