________________
૨૧૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
સંઘ કોની પડખે રહે ?
શ્રી જિનેશ્વરદેવના શાસનની સેવામાં ૨ક્ત શ્રીસંઘરૂપ સૂર્ય ઉદય પામે, ત્યારે કુમતવાદી રૂપ ગ્રહોની પ્રભા પણ નાશ પામે અને અંધકાર પણ નાશ પામે. અંધકાર જેવાં ટોળાંઓને ટેકો આપનારા શ્રીસંઘમાં નથી. શ્રીસંઘ કોની પડખે રહે ? ભગવાન શ્રી વજસ્વામીજી વખતે શ્રીસંઘ કોના પક્ષમાં હતો ? માતાના કે ગુરુના ? દીકરો કોનો ? માતાનો કે ગુરુનો ? છતાં સંઘ. ગુરુના પક્ષમાં કેમ ? એનો ઉત્તર એ જ કે તે સંઘ હતો માટે ! શ્રી વજસ્વામીજીની વય ઘણી નાની હોવા છતાં સંઘ કોના પક્ષમાં ? માતાના પક્ષમાં ગયો હોત તો એ સંઘ ન રહેત. ગુરુનો સંગ તજી માતા પાસે બાળક જાત, તો તેના આત્મગુણો હણાઈ જાત. ત્યાં જવામાં બાળકના આત્મજીવનની હાનિ હતી; ગુરુ પાસે જવામાં લાભ હતો.
210
તમારા છોકરા સંસારમાં રહે તો સારા કે અહીં આવે તો સારા ? તમને મોહ થાય અને ન મોકલી શકો એ વાત જુદી, પણ તમે માનો છો શું ? તમારે તો એમ કહેવું જોઈએ કે ‘અમારા દીકરા સંસાર છોડે એમાં અમારો જ ઉદય છે પણ એ કમનસીબ છે કે નીકળી શકતા નથી. અગર અમે મોહાંધ છીએ કે એને એ માર્ગે વાળી શકતાં નથી.' દીકરો જજ કે વકીલની ખુરસી પર બેસે તો ના ન પાડે; માત્ર અહીં જ ના કેમ ? એ જ કારણ કે ‘વસ્તુ વસ્તુરૂપે સમજાઈ નથી.
આ માન્યતાવાળા શ્રીસંઘરૂપી સૂર્યે હવે દીક્ષાનો વિરોધ કરનારા બધા ઘુવડોને કહી દેવું જોઈએ કે ‘અમારા પ્રકાશને તમે ન દેખો એ ગુનો અમારો નથી પણ તમારો છે, કારણ કે, પૂર્વના પાપના યોગે અમારો પ્રકાશ એ તમને અંધકારરૂપ લાગે છે.’
+ તતઃ સુનન્દ્રા લોન, સહિતા કૃષવર્ષતિ ।
નામ સપસહિતા:, શ્રમના અપિ તે થયુઃ ।I૦૬ ||
પરિશિષ્ટ પર્વ, સર્ગ-૧૨