________________
299
- ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! -25
- ૨૯૯
સાંભળ્યા ? પરણ્યાના, છૂટાછેડાના, એક પર બીજીના, એ બધી વાતોના નિવેડા સંઘ કરે કે ન્યાત ?
ઉદ્યાપનમાં જમણ થાય અને સ્વામી વાત્સલ્ય કહેવાય, પણ લગ્નમાં જમણ થાય એને તો નાત જ કહેવાય ને ! જાણો છો તો બધું જ ! જો આવા વિચારો કોન્ફરન્સમાં કરવા હોય, તો “જૈન દુનિયાદારીની કોન્ફરન્સ કે જૈન લગ્ન વિચારક કોન્ફરન્સ' એવું નામ આપો ! બાકી જૈન શ્વેતામ્બર (મૂર્તિપૂજક) કોન્ફરન્સના નામે તો ધર્મની આરાધના રક્ષા અને પ્રભાવના સિવાયના અને પાપવૃત્તિઓને તથા પાપપ્રવૃત્તિઓને પોષનારા વિચારો કે ઠરાવો ન જ થાય.
અત્યારે સમાજમાં સડો પેસે છે, પાપનો પ્રચાર વધારો થતો જાય છે. શ્રી જૈનશાસનને હાનિ પહોંચે છે, એ હાનિ ન પહોંચે માટે જ આ કોન્ફરન્સ ભેગી થાય છે, એમ જ્યારે કહેવામાં આવે છે, ત્યારે તેણે તો એવા જ પ્રકારના ઠરાવો કરવા જોઈએ કે, જેથી સમાજમાં પ્રવેશતા કુવ્યસનાદિક સડાઓ દૂર થાય, સ્વાર્થને માટે સમાજમાં થઈ રહેલો પાપપ્રચારક અટકે અને “સ્વતંત્રતા' તથા “સમાન હક્ક આદિના નામે વધતી જતી હાનિકારક “સ્વચ્છંદતાઓ' તથા ઉશ્રુંખલતાઓ- અટકી જાય ! બાકી છે. દુનિયાના વિષય માટે આ કોન્ફરન્સ નિયત હોય, તો તેનું નામ તેવું બનાવો અને ધર્મના વિષયમાં હાથ ન નાખો તથા કહી દો કે, “ધર્મની બાબતમાં ધર્મગુરુ પાસે જાઓ!! જે શુદ્ધ હેતુઓથી આ શુદ્ધ સંસ્થા સ્થપાઈ છે, તે હેતુઓ તો ગમે તે ભોગે જળવાવા જોઈએ. ક્રાંતિનોં નશો :
સંઘની વાત તો દૂર રહી, ન્યાત પણ ધર્મવિરુદ્ધ ઠરાવ કરે ? નાતના જમણમાં કંદમૂળનાં શાક ખાવાની, રાત્રે જમાડવાની, વાસી કરવાની, કાચા , દહીંના મઠા સાથે કઠોળ ભેગું થઈ દ્વિદલ થાય તેવું કરવાની છૂટ આપતા ' ધર્મવિરુદ્ધ ઠરાવો પણ કરે ? નહિ જ. જૈન જાતિ કંદમૂળ ન થાય, રાત્રે ન થાય , વાસી દ્વિદલ વગેરે ન થાય, એવા જ ઠરાવો કરી શકે છે.
સંઘના કાયદા જાતને બંધનકર્તા છે, પણ ન્યાતના કાયદા સંઘને બંધનકારક નથી, જૈન જાતિ પણ સંઘનો ભેદ જાણો ! આ રીતે ફાળા પડતો સુધારો થાય, ત્યાં તો સહુ કોઈ સંમત હોય, પણ આ તો બસ “ક્રાંતિ જ ક્રાંતિ !!! અને એ ક્રાંતિના કુટ ઘેનમાં ચડેલા કહે છે શું ? એ જ કે, “અમે ભેગા થઈએ, પછી અમે સાધુને માનીએ છીએ કે નહિ, પૂજા કરીએ છીએ કે નહિ, આગમ માનીએ છીએ કે નહિ ?” તે ન પૂછો, પણ અમે કરીએ તે ઠરાવો માનો ! આમ,