________________
૭ : શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા પાળે, તે સંઘ - 6
૩૭
એ દુનિયાની રક્ષક છે અને દીક્ષાના વિરોધીઓ, એ દુનિયાના ઉઠાવગીરો છે : જે હિંસા તજે, જૂઠ તજે, ચોરી તજે, મૈથુન તજે, પરિગ્રહ તજે તે તો દુનિયાના રક્ષક છે. એ કંઈ દુનિયાના ઉઠાવગીર નથી. જેઓ હિંસા કરે, જૂઠું બોલે, ચોરી કરે, કોઈનાં ઘર ફાડે, અનાચાર અને વ્યભિચાર કરે, પૈસા ખાતર દુનિયાનું સત્યાનાશ વાળે, તેઓ દુનિયાના ઉઠાવગીર છે, પણ દીક્ષિતો તો દુનિયાના રક્ષક છે. બંગલાવાળો બંગલો મૂકે અને ઝૂંપડીવાળો ઝૂંપડી મૂકે, એનો વિરોધ કોણ કરે ? પવિત્ર દીક્ષાનો વિરોધ તો જે જાતવાન ન હોય તે જ કરે. ચોરી સામે, જૂઠ સામે હિંસા સામે, અનાચાર સામે અને પ્રપંચ સામે વિરોધ હોય-પણ એ બધાના ત્યાગ સામે, એટલે કે-દીક્ષા સામે વિરોધ કેમ હોય ? દીક્ષા કોનાથી છાની અપાય છે ?
67
આજનો અમુક સંઘ કહે છે કે-‘અમારી રજા કેમ લેતા નથી ?' હું પૂછું છું કે-સહાયકની રજા કોણ ન લે ? સહાયક બનો તો વગર કહ્યે રજા લેશે. સહાનુભૂતિ આપે તો આપોઆપ રજા માગે. ઠરાવ કરો કે-સંયમીની સેવા કરવા સંઘ તૈયા૨ છે. તરત સૌ પૂછે. અમે પણ પૂછીએ, કેમ ન પૂછીએ ? દીક્ષા તો ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ જ આપવી છે ને ? ક્યાં છાની આપવી છે ?
શ્રીમંત આદમી ચોર લૂંટારાને પોતાનો માલ ન બતાવે : વાંસળીમાં ઘાલી કેડ઼ે બાંધે : જરા પણ અવાજ ન થાય એ રીતે વાંસળી ભરે; શાહુકારને બતાવે. ઝવેરી પણ જેને તેને માલ ન બતાવે. ગ્રાહક ઓળખીને બતાવે. ઉઠાવગીર માલૂમ પડે તો ના પાડે. ખાતરી ન થાય તો કાલે આવવાનું કહે. જેનો ગ્રાહક તેવો માલ. અમે પણ દીક્ષા, લૂંટારાથી તો છાની જ આપીએ. ખુલ્લી આપીએ તો પણ એવાઓના માટે તો દ્વાર બંધ જ હોય. એમને હરિગજ ન પેસવા દેવાય, કેમકે-તેઓ તો દીક્ષાનો નાશ કરવાને જ ઇચ્છે છે. એવા વિરોધીઓ માટે દરવાજા બંધ છે. દીકરો માબાપને પણ કહે કે-‘સહાયક બનો તો ભલે, નહિ તો ભાગીને લઈશ.’ આમ કહેવાની છૂટ છે. હું આ બોલું છું, એમાં તમને શું સંઘનું અપમાન લાગે છે ?
સભા : નહિ જ.
લાગતું હોય તો બોલજો : જે હોય તે અહીં બોલજો. ‘હાડકાંનો માળો' વગેરે સંઘને નથી કહ્યું, નથી કહેતો, પણ રખડતા ટોળાને કહેવામાં આવે છે. ધર્મમાં જે પ્રકારનો વર્તાવ કરે છે, એવો જો વ્યવહા૨માં કરે તો ખબર પડે.
કોઈ શાહુકારને દેવાળિયો કહે તો ખબર પડે. આચાર્યને ‘સાધુ નથી’ એમ કહી શકે છે ! એક ટોળું એમ કહી દે એની કિંમત નથી. એમને ત્યાં મનાવવા કોણ