SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ 48૩ - ૩૭ : શાસન પંચગીથી જ પ્રાણવાન ! - 37 – ૪૮૩ વાતો એક જ દલીલથી જમીનદોસ્ત થાય તેવી છે કારણ કે, એમનામાં લાંબી પરિણામદશ અક્કલ નથી, કેમ કે, એ અજ્ઞાનીઓ પાસે ભણેલા છે, ત્યારે પ્રભુમાર્ગે ચાલનારાઓ તો શ્રી સર્વજ્ઞના શાસ્ત્રાધારે ભણેલા છે; આથી અમારી ભૂલ તે અમારી ત્રુટિ છે, જ્યારે એમની ભૂલ એ મૂળની ત્રુટિ છે. શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાંતો આગમમાં ગુંથાયેલા છે, એની સામે બોલનારને તોડવામાં કશી જ મહેનત નથી. આજના વિરોધીઓ ! આજના વાદીઓ તો એવા છે કે, એને તો ઊંઘતાં પણ જવાબ દેવાય. આગળના વાદી તો એવા હતા કે, એમને જીતવા પાંડિત્ય જોઈએ, એમને જીતવા પ્રબળ પ્રયત્નો કરવા પડતા, શરતો કરવી પડતી. પરિષદને ઘડીભર ખંભિત કરે એવા તો એ કુતર્કો કરતા હતા. એમને મૂર્ખ કહેવાની હિંમત પણ એકદમ નહોતી ચાલતી. એવાઓ પણ બધી જ વાતો દલીલસર કરતા હતા. એટલે એવાઓનું ખંડન કરવામાં તો લોહીનું પાણી કરવું પડતું, આંતરડાં ઊંચાં આવતાં હતા. પણ આજનાઓના કથનમાં તો કશું ઠેકાણું જ નથી, કારણ કે, એવાઓના કથનમાં ન તો હેતુ મળે કે ન એવાઓના પક્ષનું ઠેકાણું પડે ! ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ એવી તો એમની દશા ! . એ પોતે શું માને છે એ પણ એ રીતસર ન કહી શકે ! કારણ કે, આજે આ ઠીક તો કાલે બીજું ઠીક, એવી એમની ભયંકર દુર્દશા છે ! ઘડીકમાં કલાચંદને બાપ કહે તો ઘડીકમાં ફકીરચંદને બાપ કહે ! એમને પૂછીએ કે, ‘તમારું દર્શન કર્યું?” તો શું કહે ? કદાચ પ્રિયદર્શનમેવ સર્જનં ' આવું પણ કહી દે, એવા એ પાગલ છે ! એવાઓ પોતે જ કહે કે, “હું ખીલે બંધાયેલું ઢોર નથી, પણ રખડતું છું, તાકાત હોય તો બાંધો.” પણ એવાને કહેવું જ પડે કે “અમે હરાયાને બાંધવા માંગતા પણ નથી કે, જે ખીલો તોડે અને જમીનમાંથી ઉખેડી ફેંકી દે.” ઘડી ઘડી જમીન સમી કરવાની નવી ભાંજગડમાં કોણ પડે ? દીક્ષાની અરુચિના ઓડકારોઃ આજના અમુક ઉલ્લંઠોએ શાસ્ત્રની પરવા તજીને દીક્ષા માટે નિયમાવલિ ઘડી, ત્યાં અઢાર વર્ષની વય કહી, પણ એમને પૂછો કે, અઢાર પછીની વય પણ પત્ની હોય તો તમને કબૂલ છે ? તરત જ ના કહેશે ! આથી જ કહું છું કે, આ તો એ લોકોની પૉલિસી છે, બાકી તો એમને દીક્ષા જ નથી જોઈતી. એ લોકોને તમે દીક્ષાને માનનારા, શ્રી જિનેશ્વરદેવને માનનારા કે આગમને માનનારા માનતા જ નહિ. એ તો પ્રપંચી છે. જગ્યા નથી મળતી માટે જ શ્રી જિનેશ્વર
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy