________________
૪૮૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
બહારની અનેક વાતો કહેવી જ પડે છે ને ! ઘણા કહે કે, ‘બહારનું કેમ બોલ્યા ?' કહો કે, આવા ગાંડાઓનો કહેવાય પણ શું ?
482
એવાઓને તો પૂછવું જોઈએ કે, તદ્દન અજ્ઞાન બાળકને શિક્ષક કક્કો શી રીતે ભણાવે ? એને કક્કો યાદ ન રહે માટે એ જે ચીજો ખાતો હોય અથવા જે ચીજોથી રમતો હોય અથવા ઘરમાં વારંવાર જે જે ચીજો જોતો હોય તેની સાથે કક્કો ગોઠવીને ભણાવવામાં આવે છે. જેમ કે, કારેલાંનો ‘ક’ અને ખાખરાનો ‘ખ,’ ગાગરનો ‘ગ’ અને ઘડાનો ‘ઘ,’ ભમરડાનો ‘ભ’ અને પતંગનો ‘પ’ આ રીતે ભણાવવાથી બાળકને કક્કો સહેલાઈથી આવડે. આથી કોઈ શિક્ષકને કહે
કે, ‘આ બધી માથાફોડ શી ? સીધો કક્કો ભણાવને !' તો એને કહેવું જ પડે કે, ભાઈ ! અક્કલ વગરનાં નાનાં બાળકોને કક્કો શીખવવો એ સહેલું નથી, માટે જે રીતે એને યાદ રહે તે રીતે જ તેને ભણાવાય.
અળશિયાં જેવા કલ્પિત મતો :
કેટલાક કલ્પિત વાતો ચલાવનારા કહે છે કે, ‘મહારાજે અમને અળશિયાં કહ્યાં.’ તો તેવાઓએ પણ સમજવું જોઈએ કે, જે બનાવટી ઊભા થાય એને અળશિયાં કહેવાય, કારણ કે, અળશિયાં જેમ એક વરસાદના ઝાપટામાં હજારો પેદા થાય પણ એ ક્ષણજીવી હોય છે, તેમ કલ્પિત મતો પણ ક્ષણજીવી હોઈ અળશિયાં જેવાં છે. તે એક સૂર્યના તાપથી ખલાસ થઈ જાય છે, તેમ આજના કલ્પિત મતવાદીઓની યુક્તિઓ તોડવા માટે એક જ વાત બસ છે.
એમની દલીલોને ખંડન કરવા અમારે કાંઈ ખાસ આગમના આશ્રયની જરૂર નથી. મૂર્ખાઓની દલીલો માટે પાનાં પણ શોધવાં પડે તેમ નથી. કારણ કે, એમણે તો ભટકી ભટકીને મતિ મેળવી છે અને અમે તો સર્વજ્ઞ ૫રમાત્માના પંથે ચાલતા ૫૨મર્ષિઓ અને સર્વજ્ઞપ્રણીત આગમ આદિ પાસેથી સુમતિ મેળવી છે, એટલે અમારી મિત પણ એવાઓની મતિને તો ટક્કર મારે તેવી છે, એટલે એમાં પણ અમને જરાયે ગભરામણ નથી.
એવા લોકો કહે છે કે, ‘મૂર્તિને કેમ માનવી ?' ખરેખર, એ પ્રશ્ન જ એવાઓ માટે તો ખોટો છે; કા૨ણ કે, મૂર્તિ વિના તેઓને એક ડગલું પણ ચાલતું નથી. નાટકમાં કોણ આવે છે ? એ બધા શું સાચા છે ? ભોજ આવ્યો, એમ કહે પણ ભોજ મરી ગયો. ભોજ આવ્યો એમ કહે પણ ભોજ આવ્યો ક્યાંથી ? નાટકમાં, ભોજ ? ભોજ આવો આવો હોય ? હજારોને પાળનારો ભોજ કંપનીનો નોકર હોય ? નહિ તો પછી મૂર્તિને નહિ માનનારો એ બધું ક્યાંથી માને છે ? ખરેખર, આથી જ હું કહું છું કે, આજના નામના સુધારક વર્ગની