________________
481 – ૩૭ : શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! - 37 - ૪૮૧ જેમ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મુક્તિ કહે એ ન નભે, તેમ એકલા દ્રવ્યથી કે એકલા ભાવથી ચાલે એમ કહેવું; એ પણ ન જ નભે. દ્રવ્ય વિના ભાવની પ્રાપ્તિ નથી, પ્રચાર નથી અને શુદ્ધિ પણ નથી. એટલે અંશે આત્મા મુક્ત બને તેટલે અંશે દ્રવ્ય જરૂર ઘટશે, પણ ત્યાં એ દશા દ્રવ્યથી પ્રાપ્ત થઈ એમ તો કહેવું જ પડશે. પ્રભુના શાસનમાં એક પણ વસ્તુ તોડીનુષીને કોઈ પણ માનવા કે મનાવવા માંગે તે ન જ ચાલે. ભાષ્ય ટીકા ચૂર્ણિ વગેરેનું મૂળ જેટલું જ મહત્ત્વ:
એકલું મૂળ રહેત તો જગતમાં કોઈ પણ તત્ત્વ પામી શકત નહિ. દુનિયામાં પણ એકલાં મૂળ જ કોઠીમાં ભરત, તો કોઈનાં પેટ ભરાત નહિ. મૂળ ખીલવાય તો જ પેટ ભરાય અને તો જ બધું ચાલે. એ જ કારણે એકલા મૂળને જ માનનારને તો શાસ્ત્રકારો મૂર્તિની જ. કોટિમાં માને છે. એકલા મૂળથી તો શબ્દનો અર્થ પણ નહિ બોલાય ! અને એવાઓનો અર્થ માનીએ તો જ્ઞાનીઓનો અર્થ કેમ ન માનીએ ? જો એનું જ્ઞાન વધી ગયું હોય તો તો મૂળનો પણ આશ્રય શા માટે લે છે ? શ્રી ગણધર ભગવાનનું બોલેલું બોલવું પડે છે, તો એ તારકોની પાટે જ આવનાર, એ તારકોને માનનાર, એ તારકોની આજ્ઞાનુસાર જ બોલનાર અને લખનાર મહર્ષિઓનું માનવામાં શું ચૂંક આવે છે ? શબ્દાર્થ તો એવાઓ પણ કરે છે. તેવાઓના માનવાના બદલે છએ દર્શનના સુજ્ઞાતા અને સદ્દગુરુઓ દ્વારા સુંદરમાં સુંદર રીતે વસ્તુતત્ત્વને પામેલા પરમ મહર્ષિઓએ જ કરેલા અર્થોને કેમ ન સ્વીકારવા ?
એકલા મૂળને જ માનનારાઓ મહાપુરુષોની નિયુક્તિ આદિને માનવાની નાં કહે છે અને પોતાનો ટબો માનવાનું કહે છે, એનું કારણ એ જ કે, એમ કરવામાં જ મતિકલ્પિત મત ટકી શકે તેમ છે ? અન્યથા તેઓનો ઉપજાવી કાઢેલો મત કોઈ રીતે ટકી શકે તેમ નથી. પણ એમ દરેક જો મનઃકલ્પિત મતોને પોષવા પ્રયત્ન કરે, તો તો વસ્તુતત્ત્વનો જ નાશ થઈ જાય, માટે તેમ ન જ થઈ શકે; એટલે જેઓને મૂળ સિવાયનાં અંગો ન માનવાં હોય, તેઓએ મૂળ સિવાયનાં અંગોમાં લખેલી વાત મૂળને બાધક છે એમ સાબિત કરવું જોઈએ, પણ “નથી માનતા - નથી માનતા” એમ કહીને જ ન અટકી જવું જોઈએ, કારણ કે, મૂળને સાધક સઘળી જ વસ્તુને સ્વીકારવી જોઈએ.
મૂળને ખીલવવા પાણી બહારથી લવાય છે કે નહિ ? કોઈ પૂછે કે, બહારનું કેમ લાવ્યા તો ?” એનો ઉત્તર એ જ છે કે, “મૂળને જે ખીલવે તે બધું જ બહારનું લાવવું જોઈએ.' એક આમાંની વાત સમજાવવા તમને મારે