________________
-
480
૪૮૦ -
સંધ સ્વરૂપે દર્શન ભાગ-૧ - શાશ્વત કહે છે. હવે દેવતા જિનપૂજા કરે કોની એ બતાવો ! શાશ્વત મૂર્તિને આવી મૂકી પણ કરણીનું શું? વારુ ! દેવતા સમ્યગુદૃષ્ટિ શાથી? આનો ઉત્તર આપવો પડતો મૂકી એમાંનો કોઈ કહે કે, “અમે તો ભાવને માનીએ, દ્રવ્યને નથી માનતા !” તો એને પૂછો કે, મુનિપણું તો ભાવ છે ને ! તો એ આત્મામાં રહે કે શરીરમાં ? ઓધા રાખનારમાં જ એમના હિસાબે વ્યવહાર મુનિપણું ખરું કે નહિ ?
ઓધા રાખનાર કોઈ પાપના ઉદયે ચોર, બદમાશ, લૂંટારો અને ખૂની પણ હોઈ શકે છે, તો ઓઘાને કે ઓઘાના ધારણ કરનારને સાધુ તો ન જ મનાય ? વળી કોઈ કહે કે, “આ તો મુનિ છે તો સામો કોઈ એમ પણ કહી શકે કે, “એ તો હાડચામનું ખોખું છે. મુનિ ક્યાં છે?” આ બધું કહેવાનો આપણો મુદ્દો એ છે કે, ભાવ અને દ્રવ્ય બેય જોઈએ.
ભાવના પૂરી છે કે, મુનિને દાન દઉં, પણ મુનિને આવતા દેખીને બારણાં વાસવાનો ગુણ જેનામાં છે એની ભાવના કેવી ? કહેવું જ પડશે કે, ખોટી. ભલે અનીતિ કરું છું પણ શાહુકારી માનું છું” એમ કહેનારને દુનિયામાં કેવો મનાય ? માટે ભાવ છે કે નહિ એ બતાવનારી કરણી તો અવશ્ય જોઈએ જ; એટલે એકલું જ દ્રવ્ય કે એકલો જ ભાવ ન મનાય.
મુનિને બોલાવી જઈને નહિ આપવાની બુદ્ધિએ ગોટા વાળે, એને પણ ઠગ કહેવાય જ ને ? આ બધી વાતોથી સ્પષ્ટ જ છે કે, સૂત્રના એક પણ અક્ષરને ન માને, તેને આ શાસનમાં સ્થાન નથી.
આ વાતનો નાશ કરવાના ઇરાદાથી એમાંના કેટલાક કહે છે કે, “અમે સમ્યગુદૃષ્ટિ સાચા અને અમારી આસ્તિકતા સાચી; પણ અમારી કાર્યવાહી કે બોલવા-ચાલવા સામે તમારે ન જોવું.” કહો કે, આવું કથન કેમ જ ચાલે ? પ્રભુશાસનમાં તો ન જ ચાલે; માટે જ અમે તો આસ્તિકતાની કરણીવાળાઓને જ આસ્તિક કહેવાના અને એથી ઊંધી કરણીવાળાઓને નાસ્તિક કહેવાના, તથા કરણીથી સમ્યક્ત્વ જેનામાં દેખાય તેને સમદષ્ટિ કહેવાના અને વિપરીત કરણીવાળાને ચોખ્ખા મિથ્યાદૃષ્ટિ તરીકે ઓળખવાના અને ઓળખાવવાના.
દુનિયાની કોઈ ચીજ એવી નથી કે, જેને ઉત્પાદક, વ્યય અને ધ્રૌવ્ય લાગુ ન થાય. આ ત્રણે ધર્મ ન ઘટે તેવી દુનિયામાં કોઈ વસ્તુ જ નથી. જેમાં એ ત્રણ ધર્મ ન હોય તે વસ્તુ જ નથી. એથી અમુક એક જ ધર્મ માનું, એમ કહેનારો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ન નભે. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં