________________
૨૯૮ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
- 268 અને પાપકર્મોના પરિણામ તરીકે વર્ણવેલી દુર્ગતિઓને ન માનવાની બાલિશતા બતાવે, પણ કર્મસત્તા તેઓને કોઈપણ રીતે નહિ જ છોડે. ખરેખર, આસ્તિકતાનો આડંબર કરનારાઓ ગમે તેવા કૂટ પ્રયત્નો સેવે, તો પણ તેઓ છૂપા રહી શકતા જ નથી. ‘ભાવ-શ્રાવકના ગુણોનો ખ્યાલ છે!” એમ કહેવું અને “ઇહલૌકિક અને તે પણ પારંપરિક પાપમય પ્રવૃત્તિઓથી ઘેરાયેલી પ્રવૃત્તિઓને ધર્મની બુદ્ધિથી સેવવાના કોડ ધરવા' એ પરસ્પર કેટલું વિરુદ્ધ છે ? એ વાતને આસ્તિક હૃદય સહજમાં જ સમજી શકે; પણ નાસ્તિક હૃદય તોં તેમાં પણ પોતાની વિલક્ષણ પ્રકૃતિનો પરિચય કરાવવાનું કદી જ ન ચૂકે.
જે હૃદયના નાસ્તિકો પોતે પોતાની અને પરની જાતને ગૂંચવનારા પ્રશ્નો પોતાની પ્રતિકલ્પનાથી જ ઊભા કરી, તે ક્ષુદ્ર પ્રશ્નોના સમાધાન માટે નિરંતર શાસ્ત્ર-પરિશીલનથી અને શુદ્ર ચારિત્રના આસેવનથી પરિણત થયેલા આત્માઓને વર્તમાન રાજરંગ સમજવાની અને કહેવાતા વિજ્ઞાનનો અભ્યાસ કરવાની સલાહ આપવાની પણ કારમી ધૃષ્ટતા કરી શકે છે, તેઓની જાતને ઓળખાવવા માટે શબ્દકોષમાં શબ્દનો પણ અભાવ છે.
અનંત જ્ઞાનીઓની આજ્ઞાને અનુસરીને દુનિયાની સઘળી પ્રવૃત્તિઓના ત્યાગ દ્વારા પોતાની આત્મસિદ્ધિ પ્રગટ કરવા માટે સતત યત્ન કરતા આત્માઓને આર્થિક પ્રશ્નો સમજવાનું કહેવું, એ કેવી અનિષ્ટ જાતની ઉશ્રુંખલ વૃત્તિ છે ? એ સમજવું શાણાઓ માટે જરા પણ કઠિન નથી; પણ એવા માણસો એટલા બધા ભયંકર ઘમંડી બની ગયા હોય છે કે, જેથી તેઓ ચાલે ત્યાં સુધી પોતાના કરતાં બીજાને શાણા માનવાને તૈયાર જ નથી હોતા. એવાઓ પ્રશંસા તેની જ કરે છે કે, જે પોતાને અનુસરે છે અથવા જેની પ્રશંસા ન કરવાથી જનસમાજમાં પોતાની જાત હલકી પડે છે. આવા માણસોથી સાવચેત રહેવું, એ દરેક આત્મહિતૈષી માટે અત્યંત જરૂરી છે. આવા બીજાના નામે મૂંઝવણની વાતો કરવામાં જ ઘણા કુશળ હોય છે અને એ રીતની કુશળતાથી પોતાની જાતને બચાવવા સાથે માર્ગાનુસારી આત્માઓને ઉતારી પાડવા માટે અનેક વિપરીત વાતો કરતાં, એક લેશ પણ પાછું વાળીને જોવાની દરકાર માત્ર કરતા નથી. સત્યની સાથે તેવાઓને સંબંધ જ નથી હોતો. અસત્યનું આરાધન એ જ તેવાઓનો જીવનમંત્ર થઈ પડે છે. આવાઓ એમ જ સમજે છે કે, “વસ્તુ માત્રના સ્વરૂપના અને ઇતિહાસ વગેરેના જાણકાર અમે જ છીએ.” આવા લોકોની મનોવૃત્તિ ખરેખર, વિલક્ષણે હોય છે. આવા જીવોનો જન્મ અને તેમનું જીવન, સ્વ-પરનું અહિત કરવા માટે જ હોય છે. આવા વાત વાતમાં સાધુ-પુરુષોનું અપમાન અને મશ્કરી કરવામાં જ આનંદ માને છે.