SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ 267 - ૨૩ : આપમતિ તારક ! આગમમતિ તારક ! - 23 - ૨૭૭ વાસનાઓને પોષવાની કુચેષ્ટાઓ કરી શકે છે. શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા પછી, પાપસ્થાનક અને પુણ્યસ્થાનકનો વિવેક પણ ન કરી શકાય, એના જેવી અજ્ઞાનતા બીજી કઈ હોઈ શકે ? મુમુક્ષુ આત્મા પોતા માટે સર્વ ત્યાગના ઉપદેશને પણ અનુપયોગી માને, એ બનવા જોગ જ નથી. “મુમુક્ષુપણું અને સર્વત્યાગના ઉપદેશ તરફ પણ અરુચિ” એ કેટલી બધી અઘટિત ઘટના છે ! એ આ વીસમી સદીના વાયડા વિદ્વાનોના લક્ષ્યમાં ન આવી શકે, એ તદ્દન સુસંભવિત છે. સર્વવિરતિ આદરવાની ઇચ્છાનો પણ અભાવ જે આત્મામાં દેખાય, તે આત્મામાં શ્રી જિનશાસનની મુમુક્ષુતા કોઈપણ રીતે ટકી શકતી નથી. શ્રી જિનશાસનની મુમુક્ષતાને સર્વવિરતિની ભાવના સાથે ઘણો જ ઘનિષ્ઠ સંબંધ છે. સાચા મુમુક્ષુને પોતાની મુમુક્ષુતાના યોગે, પ્રસિદ્ધિ કે જાહેરાત મળી જાય એ એક જુદી વાત છે; બાકી એ મુમુક્ષુ પ્રસિદ્ધિ કે જાહેરાત માટે તરફડિયાં મારનાર, કેવળ માન અને વાહવાહનો ભૂખ્યો કે તદ્દન પામર આત્મા નથી જ હોતો. ધર્મની ભાવનાને ટક્કર લાગે તેવી દરેક પ્રવૃત્તિથી તે પોતાની જાતને તદ્દન જ અલિપ્ત રાખે છે. મુમુક્ષુ આત્મા પોતાની કોઈપણ વ્યવહારિક પ્રવૃત્તિને ધર્મનું રૂપ આપવાની ધૃષ્ટતા કરવા પ્રાણાંતે પણ નથી લલચાતો. શ્રી જૈનશાસનમાં થયેલા કોઈપણ રાજાએ રાજ્ય મંત્રીશ્વરે મંત્રીપણું, શેઠિયાઓએ શેઠાઈ કે શ્રીમંતોએ શ્રીમંતાઈ, જૈન તરીકે જીવવા માટે નથી આચરી; કારણ કે, રાજ્યમાં, મંત્રીપણામાં, શેઠાઈમાં કે શ્રીમંતાઈમાં તેઓએ જૈનપણું માન્યું જ નથી. એટલી વાત જરૂર છે કે, તે પુણ્યપુરુષોએ પોતાને મળેલી સામગ્રીઓ દ્વારા શ્રી જૈનશાસનને દીપાવવા માટે બનતું બધું જ કર્યું છે; શ્રી જૈનશાસનની પ્રભાવના ખાતર રાજ્ય આદિનો ઘણી જ છૂટથી ઉપયોગ કર્યો છે. આટલું કરવા છતાં પણ શ્રી જૈનશાસનના અલંકાર સમા તે પુણ્યપુરુષોએ, પોતાના રાજ્ય આદિને ધર્મ તરીકે મનાવવાનો કુપ્રયત્ન ક્યારેય પણ આચર્યો નથી; કારણ કે, તે પુણ્યપુરુષોના રોમરોમમાં જૈનત્વ પરિણત થયેલું હતું. આજે તો જૈનત્વને વેચીને પણ પોતાની ક્ષુદ્ર જાતને કીમતી બનાવી, ધર્મી તરીકે જીવવાનો આડંબર કરનારા, પોતાની યથેચ્છચારિતા ઉપર “જૈનત્વની મહોરછાપ મરાવવાના કૂટ પ્રયત્નો આદરે છે. એ કૂટ પ્રયત્નો આદરનારાઓએ સમજી જ રાખવું જોઈએ કે, તેઓ માટે પરિણામે આ જીવનમાં બદનામીભર્યો પરાજય સરજાય છે અને આગામી જીવનમાં દુર્ગતિઓ જ નિમાયેલી છે; ઉન્માદમાં ચડીને ભલે આજે તેઓ શાસ્ત્ર વર્ણવેલ પાપકર્મોને
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy