________________
44
૪૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
છે તેની એ બિચારાઓને કશી જ ગમ નથી અને નાહકના ધર્મી આત્માને સતાવવા માટે અજ્ઞાન ટોળાંને ઉશ્કેરી તેમની જાતને પણ કનિષ્ટ બનાવી, સંઘના નામે ધર્મ ઉપર આક્રમણ લાવનારા વ્યૂહો રચી સ્વપરનું અહિત કરવાનો રાજમાર્ગ ખુલ્લો કરવાની કામના રાખે છે. આવી જાતની તેમની મનોદશા, ખરે જ, દયાજનક હોવા સાથે ઘૃણાજનક પણ છે જ. આ તો આ લોકની વાત થઈ, પરંતુ પરલોકમાં તેવા આત્માઓની કેવી દશા થશે તેની .કલ્પનાય કંપાવનારી છે !
આપણે નામના નહિ પણ ગુણના પૂજારી છીએ !
સંઘના નામે જ્યારે આવી ધમાલ ચાલે છે, ત્યારે શ્રી સંઘનું સ્વરૂપ સમજાવવાની જરૂ૨ કોણ ન સ્વીકારે ? હૃદયથી સત્યને સેવવાની ઇચ્છા રાખનાર તો સ્વીકારે જ ! શ્રીસંઘ તે જ છે કે, જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ પોતાનું સર્વ શ્રેય સમજે. મોક્ષના ધ્યેયથી સેવાો ધર્મ જ મુક્તિનું સાધન છે. મુક્તિ માટે જ ધર્મ સેવવો યોગ્ય છે અને ધર્મનું મુખ્ય ફલ પણ મોક્ષ જ છે; છતાંયે આથી એમ નથી ફલિત થતું કે, ધર્મથી મુક્તિ સિવાય બીજું કશું મળતું જ નથી.
મુક્તિ માટે સેવાતા ધર્મથી ઋદ્ધિસિદ્ધિ, રાજપાટ, ચક્રવર્તીપણું, દેવપણું અને ઇંદ્રપણું પણ મળે; ન મળે એમ નહિ; પણ ચિંતામણિ આદિથી અધિક એવા ધર્મ પાસે મુક્તિ સિવાય બીજું માંગવું એ મૂર્ખાઈ છે, જેમ બીજ વાવનારે ઘાસની આશા રાખવી અને એની માગણી કરવી એ ખોટું છે ! જે મુખ્ય ફળની જરૂરત છે તે માગો ! દુનિયામાં પણ કહેવાય છે કે, જેને સલામ ભરીએ તેની મહેરબાની મળે, પછી પૈસા માગવાની જરૂર નથી, કેમ કે, મહેરબાનીમાં એ બધું જ સમાઈ જાય છે.'
દુનિયાદારી માટે થતો ધર્મ, એ શ્રી જિનેશ્વરદેવે કહેલો ધર્મ નથી. દુનિયાના પદાર્થો ધર્મથી મળે ભલે; પણ ધર્મ એ દુનિયાદારી માટે નથી. ધર્મ જ્યારે દુનિયાદારી માટે થશે, ત્યારે ગયેલું આર્તધ્યાન બમણું આવશે. જે અશાંતિ છોડવા માટે ધર્મ હતો, એ જ અશાંતિ એ જ ધર્મ દ્વારા બહુ વધશે. માટે એ ન વધે એની કાળજી રાખો ! અર્થાત્ ધર્મ દુનિયાદારી માટે ન કરો પણ મુક્તિ માટે કરો. મુક્તિની અભિલાષાએ કરેલા ધર્મથી સાહ્યબી મળશે, તો તે પણ શાંતિવાળી મળશે. ધર્મમાં એ ગુણ છે કે, શ્રીમંત અને દરિદ્રી બેયને સંતોષી અને સુખી રાખે.
સાજા સારા તથા પથારીમાં પડેલા બેયને સુખી રાખે, ધર્મ જીવવા પણ સુખ