________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
પ્રસિદ્ધ કરનારા, જગતને એમ સમજાવવા માગે છે કે-‘વિધવાવિવાહની બંધીથી જૈનો વેશ્યાગામી થઈ ગયા છે ’ આ આરોપ શું ભયંકર નથી ? આવા ભયંકર માણસો જૈન સમાજ જેવા પવિત્ર સમાજમાં રહેવાને લાયક જ નથી, એ ભાનભૂલા માણસોને વિધવા બાઈઓએ તો સ્પષ્ટ કહ્યું હતું કેવિધવાવિવાહની વાતો કરનારા ઠરેલ મગજના તો નથી જ. બાઈઓની વાતમાં એ શું કામ બોલે છે ?’ પાછા કહે છે કે-‘અમે તો સમાજના ભલા માટે કહીએ છીએ કે-જો વિધવાવિવાહ થશે તો સમાજ જીવશે, નહિ તો સમાજનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે’ - નાતરાં ક૨વાનો જ્યાં રિવાજ છે, એવાં પછાત લોકમાં પણ નાતરાં નહિ કરનારા ઊંચા ગણાય છે. પંચમાં ગાદી ઉપર તેઓ બેસે છે.
૧૩૦
130
એક વખત ક્ષત્રિયોમાં વિધવાવિવાહની ધમાલ ચાલી, ત્યારે મોટી સભા મળી હતી અને એક રાજા એ સભાના પ્રમુખ થયા હતા. વિધવાવિવાહનો ઠરાવ મુકાયો અને બધા એને મંજૂર રાખવા તૈયાર પણ થયા.
પછી એ શુદ્ધ ક્ષત્રિય ઊઠ્યો. એણે ઊભા થઈને પહેલાં તો સભાનાં પ્રમુખનાં, વિધવાવિવાહનાં, તેના હેતુનાં-તમામનાં ગુણગાન કર્યાં અને છેલ્લે કહ્યું કે “યથા રાના તથા પ્રના” એ ન્યાયે આ કાયદાનો અમલ મુખ્ય સ્થાનેથી થવો જોઈએ ! અત્રે મુખ્ય સ્થાને બેઠેલા મહારાજાની વિધવા મા-બહેનો જીવે છે, તો એમના વિવાહ અત્યારે જ થવા જોઈએ !!”
રાજા કહે કે-‘એ તો ન જ બને.’·
ત્યારે આ ભાઈએ પણ કહ્યું કે - ‘એ ન બને તો ઊભા થઈ જાઓ ! કારણ કે-આ પણ ન જ બને.’
એ જ રીતે આજે યુવકોનું એક ગાંડું ટોળું વિધવાવિવાહની વાત બહાર ભલે કર્યા કરે, પણ એ જ લોક જો પોતાને ઘેર જઈને તેવી જાતની વાત કરે, તો ત્યાં પણ એમની બૂરી જ દશા છે!!! આવી પાપવાતો કરનારાઓની માતાઓ કંઈ પાપાત્માઓ નથી, પણ આ જ અંગારાઓ પાક્યા છે !!! એ યુવકો જેને માટે એવી એવી વાતો કરે છે તે વિધવા બાઈઓ, કે જેઓ જૈનધર્મને પામેલી છે, એ બાઈઓ તો કહે છે કે-‘અનંત પાપરાશિથી તો સ્ત્રી વેદ મળેલ છે, એમાં વળી પાપની કાર્યવાહીમાં પડીએ તો રખડવું પડે અને અમારે રખડવું નથી.' છતાં જુઓ કે-નવરાઓને જાણે બીજો ધંધો જ સૂઝતો નથી !!!!પ્રભુમાર્ગને શોષે એ સંઘમાં જ નથી !
આવાઓ પાછા સંઘ બને છે અને દીક્ષા વિરુદ્ધનો ઠરાવ પણ લાવે છે. ‘અમુક સાધુ ખરાબ’ –એવી શોધ પણ એ કરે, ખોટાં કલંકો પણ લગાડનાર એ