________________
129 – – ૧૧: વિકૃત બનેલું વાયુમંડળ - 11 – ૧૨૯
એક વખત એવો બનાવ બન્યો હતો કે-એક યુગલે એક યુગલને એક વૃક્ષ નીચે જન્મ આપ્યો, તે વખતે ઉપરથી વૃક્ષનું એક ફળ પડવાથી પુત્રનું અવસાન થયું. પહેલું અકાલ મૃત્યુ એ વખતે થયું. આ બનાવ બન્યો ત્યારે તો હજી માબાપ જીવે છે. ત્યાર બાદ માબાપ મરી જાય છે. પછી એકાકી રખડતી બાલિકાને અન્ય યુગલિકો તરફથી શ્રી નાભિરાજાને સોંપવામાં આવે છે. એ બાલિકાને શ્રી ઋષભદેવની સાથે પરણાવવામાં આવે છે. હવે વિચારો કે એ વિધવા કહેવાય ?
આ બધું એમને પૂછો. યુગલિક સમયની વાત કરનારા જુગલીયાના જેવું વર્તન રાખતા હોય તોયે ધૂળ નાખી, કારણ કે-યુગલિકોને તો કષાયો નામના. વિષયવાસના પણ ઓછી. હાયવોય પણ નહિ અને તેઓ ખાય પણ આંતરે ! જુગલીયાં બને તો તો આજે આ ટ્રામ, મોટર, ઘોડાગાડી-એ બધી ધમાચકડી એની મેળે જ બંધ થઈ જાય. જુગલીયાં મરીને નિયમા દેવલોક જાય.
આ બધી વાતો સમજાવી લોકોને જણાવો કે-“આવું લખનારાઓ શ્રીસંઘમાં જ નથી.” શ્રી ઋષભદેવ ભગવાનની આવી વાતો લખનારાઓને કહો કે-શ્રી ઋષભદેવ ભગવાને બાર મહિના સુધી આહાર વિના ચલાવ્યું એ વાત કેમ નથી લેતા ? આહાર વિના ચલાવોને !! એમણે એવું દાન દીધું કે-જેની સીમા નહિ, હજાર વર્ષમાં માત્ર એક જ અહોરાત્ર નિદ્રા લીધી, એમનું દાન, શીલ, તપ અને ભાવ વિગેરે કેવું ! એ બધું યાદ કરોને ? ભગવાને પોતે દીક્ષા લીધી, એમની માતાએ પણ મુક્તિ લીધી, એમના સોયે દીકરાઓએ દીક્ષા લીધી, સેંકડો કુટુંબીઓએ દીક્ષા લીધી, દીકરાના સેંકડો દીકરાઓએ દીક્ષા લીધી. એમ પેઢીઓની પેઢીઓએ દીક્ષા લીધી, એ બધી વાત લેવાની છે કે નહિ ? એમને આવી આત્મહિતકર વાતો લેવી નથી, પણ વિધવા સાથે પરણવું છે !
બસ, એક જ વાત - “વિધવાવિવાહ શરૂ નથી માટે વેશ્યાગમન વધે છે. જો વેશ્યાવાડા બંધ કરવા હોય તો વિધવાવિવાહ શરૂ કરો'-આવું એ અધમ લોકો કહે છે. એવાઓની સાથે વાત કરતાં પણ સજ્જનને તો લજ્જા આવે. જાતવાનમાં જન્મી જાતહીન બનેલાઓની સાથે વાત કરતાં પણ કંપારી છૂટવી જોઈએ. જૈનશાસન પામેલાઓની એવી બુદ્ધિ હોય ! જ્યારે એ હીનકર્મી આત્માઓને તો કાળ ઉપર આવું આવું લખવામાં શરમ પણ નથી. સમાજ ઉપર ભયંકર આક્ષેપઃ જ આવાં લખાણથી ઇતર પણ કહેશે કે-જૈન યુવકોને કન્યા નથી મળતી, માટે કન્યા તથા વિધવાના અભાવે જૈનો વેશ્યાગામી બને છે !” આવી જાતનો આક્ષેપ, એ શું જૈનસમાજ ઉપર નાનોસૂનો આક્ષેપ છે? શું તે લખનાર અને