________________
૧૨૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પણ સત્યની ઉદ્ઘોષણા જોરશોરથી નથી કરતા, તેઓ ખરે જ પોતાની ફરજ ચૂકે છે એમાં કશી જ શંકા નથી; અને એથી તેઓ પોતે માર્ગભ્રષ્ટ થવા સાથે ભદ્રિક આત્માઓની દશા પણ કફોડી કરે છે, એ પણ નિઃશંક વાત છે. શું ઋષભદેવ સ્વામીએ વિધવાવિવાહ કર્યો હતો?
જે સમયે ભગવાન શ્રી તીર્થંકરદેવો માટે પણ ગમે તેમ લખાય અને કરપીણ રીતે શાસ્ત્રીય સત્યોનું ખૂન થાય, તે સમયે મૂંગા રહેવામાં આવે, તો લોક શું સમજે ? કહે છે કે-ઋષભદેવે વિધવાવિવાહ કર્યો હતો !” આવા નિર્લજ્જ અનાડી અને અજ્ઞાન લેખકોને શું કહેવું ઘટે ? ભગવાન શ્રી ગણધરદેવોની માતા, કે જે મિથ્યાષ્ટિપણામાં હતાં, તેમના પુનર્લગ્નની વાત પણ નોંધે છે !!! પોતાની દુષ્ટ વાસના ઠસાવવા કેવા કૂટ યત્નો સેવાય છે !!! વધુમાં તેઓ લખે છે કેવસ્તુપાળ-તેજપાળ વિધવાના દીકરા’ - પણ એમણે ક્યાંય એમ લખ્યું છે ખરું કે-“અમે વિધવાના દીકરા છીએ, માટે બહાદુર છીએ !!
કહે છે કે-વસ્તુપાળ તેજપાળને હાડકાંના ઢગલા કહેવાય ?' પરંતુ કોણ કહે છે કે-કહેવાય ? તમારા જેવા કમભાગ્યો કહે તો જુદી વાત !! તેઓને કહો કે-હાડકાંના ઢગલા રૂપ તો તે પાપાત્માઓ છે, કે જેઓ મહાપુરુષોનાં જીવનોનો આવો દુરુપયોગ કરે છે !!! તે લોકોની દશા ઘણી જ ભયંકર છે કે જેઓ મહાપુરુષોના જીવનમાંથી, જે લેવું જોઈએ તે નથી લેતા અને પોતાને ફાવતું લે છે, માટે જ તેઓ સત્ય વસ્તુ પામી શકતા નથી. ખરેખર, એવા લોકોને એક જાતનો ભયંકર મેનીયા જ લાગુ થયો છે અને એના જ પ્રતાપે તેઓ એમ લખી, બોલી શકે છે કે-“આવું આવું લખીને, બોલી બોલીને અમારે આખા સમાજ ઉપર અસર પાડવી છે !” આવા ભયંકર રોગીઓને હું કહું છું કે-“આવું આવું લખી લખીને કે બોલી બોલીને સમાજ ઉપર અસર પાડવાને બદલે તમે તમારી અધમ જાતનું પ્રદર્શન કરો છો અને સાથોસાથ તમારો પોતાનો ભયંકર આત્મઘાત જ કરો છો, એ સિવાય બીજું કશું જ કરી શકતા નથી, એ નક્કી માની રાખજો. સભા? શું ભગવાન ઋષભદેવ અંગે વિધવાવિવાહની વાત તદ્દન જ બનાવટી
છે? હા, એ વાત તદ્દન જ બનાવટી છે. યુગલીયાઓના સમયમાં એવો રિવાજ હતો કે માબાપ જીવે ત્યાં સુધી ભાઈ-બેન અને માતાપિતાના મરણ પછી તે યુગલ પતિપત્ની. તે કાલનો સ્વભાવ જ એવો હતો કે-યુગલીયાં એક યુગલ પેદા કરે, પછીથી તેઓ અમુક જ દિવસ જીવે. માબાપ જીવે ત્યાં સુધી એ યુગલ ભાઈબેન અને પછી પતિપત્ની.