________________
૧૧ : વિકૃત બનેલું વાયુમંડળ – 11
૧૨૭
તદ્દન બનાવટી છે. ધારો કે-તેની કલ્પના ખાતર એ વાત સાચી (જો કે નથી જ) હોય તો, પણ એની સાથે શાસનને કશી જ નિસ્બત નથી.’ ગમે તેણે કર્યું હોય, પણ પાપ એ પાપ જ છે - એવું આ શાસ્ત્રનું મંતવ્ય છે. શ્રી આનંદ, કામદેવે પરિગ્રહ પરિમાણ વ્રતમાં પાંચસો હળ ખેડાય તેટલી જમીનની છૂટ રાખી, માટે શ્રાવકને એટલી છૂટ હોવી જ જોઈએ' - એમ ધર્મ કહે છે ? નહિ જ ! ચક્રવર્તી ચોસઠ હજા૨ પરણ્યા, માટે એટલી પરણવાની શું આ શાસન છૂટ આપે છે ? નહિ જ ! શ્રી તીર્થંકરદેવોએ પણ છ ખંડની સાહ્યબી ભોગવી, માટે એ ભોગવવાની છૂટ છે એમ ? નહિ જ ! શ્રી તીર્થંકરદેવોએ પોતે ભોગવેલા ભોગને પણ પાપ તથા ત્યાજ્ય તરીકે જાહેર કરેલ છે. એમણે તો યુદ્ધો પણ કર્યાં, ઘણાયે રાજાઓએ યુદ્ધો કર્યાં, પંચેંદ્રિય મનુષ્યોની કતલ પણ કરી, માટે એ બધું વિહિત છે એમ ? કદી જ નહિ ! શ્રી તીર્થંકરદેવ, ગણધર ભગવાન તથા પૂર્વના મહાપુરુષોના જીવનના તે અંશને આપણે માનીએ છીએ કે-જેમાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન છે. પૂર્વની એમની મોહની તથા પ્રમાદની કાર્યવાહી સાથે આપણને કશું જ લાગતુંવળગતું નથી. ‘ભગવાન શ્રી મહાવીરદેવના જીવે પૂર્વભવોમાં સંયમ ભાંગ્યું હતું. નવો વેષ કાઢ્યો હતો, ઉત્સૂત્ર બોલ્યા હતાં, કુમત પ્રચાર્યો હતો, કોટાકોટિ સાગર પ્રમાણ સંસાર વધાર્યો હતો, સિંહને ચીર્યો હતો, નરકે ગયા હતા, એ બધું આપણે કરવાનું છે એમ ? નહિ જ ! આપણે તો તેઓએ શું કરીને મુક્તિ સાધી, એ જ જોવાનું અને જ આદરવાનું છે.
127
સભા : એ તો તદ્દન ભુલાઈ ગયું છે !
આ બધું કેવળ ભૂલથી જ નથી થતું, પણ ઇરાદાપૂર્વક પોતાના દુષ્ટ વિચારોને ફેલાવવા માટે જ થાય છે, ઊંઘતાને જગાડતાં વાર ન લાગે, પણ જાગતો તો નોબતથી પણ ન જાગે, કેમકે-એનો જાગવાનો ઇરાદો જ નથી.
*
એ લોકો જેમ ફાવે તેમ બોલે, આપણા તારક મહાપુરુષો માટે ગમે તેમ લખે, ઇતિહાસનું, શાસ્ત્રનું તથા જ્ઞાનીપુરુષોનું ખૂન કરે, અને એનો રદિયો અપાય ત્યારે કહે-‘સાધુથી આમ ન બોલાય' એનું કારણ શું ? શાસન સામે આવતા પ્રહારોનો બચાવ કરવાની શું સાધુની ફરજ નથી ? આજના ભયંકર વાતાવરણથી સમાજને સાવચેત કરવાની એકેએક ધર્મગુરુની ફરજ છે. ધર્મગુરુ તે છે, કે-જે આશ્રિત આત્માઓને પાપમાં ફસાતાં બચાવે. મોટા પુરુષોના મૌનથી અજ્ઞાન આત્માઓનો ભયંકર મરો થાય છે, માટે છતી શક્તિએ પણ જેઓ આવા સમયે