________________
૧૨૭ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
• 126 રાગીથી ગુણી જનતાના ચરણમાં જ ઝુકાય, પણ દુર્જન જનતાના ચરણમાં તો મરતાં પણ ન ઝુકાય. પ્રભુશાસનનો રાગી જો દુર્જન જનતાને પણ ઝૂકે કે વજન આપે, તો પેલાની મહત્તા વધે અને તેમ થાય તો પરિણામ ઘણું જ ભયંકર આવે. આ બધી વાતોથી આપણે એમ સમજાવવા માંગીએ છીએ કેસેવા તો હિતકારીની જ થાય !” ઉચ્છખલતાના અદભુત નમુનાઓ :
શાસ્ત્રવિરુદ્ધ વાતોમાં ટેકો આપવા ઊભા થયેલા સમુદાયોએ, પોતામાં રહેલા સંઘત્વનું પોતાની જાતે જ લિલામ કર્યું છે. આજના ઉશ્રુંખલોની ભયકંર મનોદશાને પારખ્યા વિના, જે સમુદાયો પોતાપણું વેચી રહ્યા છે, તેઓને જ તે દિવસે પસ્તાયા વિના છૂટકો જ નથી. આજે કહેવાતા સંઘોને અને તેની નાશક કાર્યવાહીને અનુમોદન આપવાની દોડાદોડી યુવકસંઘ કેમ કરી રહ્યો છે ? એ ખાસ વિચારવા જેવું છે પણ આજે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિમાં પડી ચૂકેલાઓને તે વિચારવાની જરા પણ ફુરસદ નથી.
યુવકસંઘના નામે જે પત્રિકાઓ પ્રગટ થઈ રહ છે તે, ‘તેનામાં જૈનત્વ નથી'-એમ સ્પષ્ટ પુરવાર કરે છે. જેનું લખાણ ઇતિહાસમાન્ય નહિ, શાસ્ત્રમાન્ય નહિ અને યુક્તિગમ્ય પણ નહિ, એને શી રીતે પહોંચાય ? જે પોતાની મરજીમાં આવે એમ જ લખે, તેને કોણ પહોંચે ? વાદી વાદ કરવા આવે તો તેને પુછાય કે – “તારો માલિક કોણ ? જેના ઉપર કોઈની માલિકી જ નહિ તેનું શું થાય ? માલિક વગરના ઢોર તો ડબ્બામાં જ પુરાય ! આ વર્ગની માન્યતાનું કે વિચારનું કોઈ ઠેકાણું જ દેખાતું નથી. એ એવી છે કે-પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે મહાપુરુષોને પણ ફજેત કરે છે.
આજનો એ લખનાર લખે છે કે-“ભગવાન ઋષભદેવ પણ બળવાખોર હતા.” પોતે બળવાખોર છે માટે શ્રી ઋષભદેવ ભગવાનને પણ બળવાખોર બનાવે છે. ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી જેવાને પણ બળવાખોર લખતાં, એ લોકો આંચકો નથી ખાતા !!! ઉપરથી તેના કેટલાક સાથીઓ કહે છે કે-“અમે ગમે તેમ લખીએ, એની ટીકા કરવાનો કોઈને હક્ક શો ?' પોતે મહાપુરુષો માટે ગમે તેમ લખે અને કોઈએ રદીઓ આપવો નહિ, એ કાયદો કોના ઘરનો ? સંસારને છેદવાના આશયમાં એ ઘટના લખી હોત તો વાત જુદી હતી, પણ એ લોકોનો આશય તો જુદો છે. “પોતે જે કરી રહ્યા છે, તે ભગવાન શ્રી ઋષભદેવે પણ કર્યું હતું' - એમ એ લોકો કહેવા માગે છે.
ભગવાન શ્રી ઋષભદેવ માટે તેઓ જે વાત જણાવે છે, તે તદ્દન ખોટી છે.