________________
11 – ૧૧ : વિકૃત બનેલું વાયુમંડળ - 11 – – ૧૩૧
અને “અમને સંઘ માનો !” એવો ઠરાવ કરનારા પણ એ ! કહો કે-એવાઓની કિંમત કેટલી ? આવા જ ટોળાને હું શાસ્ત્રાનુસાર હાડકાંનો ઢગલો કહું છું.
વિષય-કષાયને વધારનારી, સંયમનો નાશ કરનારી, પાપને વધારનારી અને પુણ્યને શોષનારી પ્રવૃત્તિ કરનારને હાડકાંના ઢગલા સિવાય બીજું ઉપનામ પણ શું આપી શકાય ?
જે પ્રભુમાર્ગને પોષે તથા વિષય-કષાયરૂપ સંસારને શોષે, એ શ્રીસંઘ તો પૂજ્ય છે જ ! પરંતુ એનામાંથી ચેતના જાય ત્યારે એને મડદું કહેવાય ! અને પછી એ બાળવા યોગ્ય કહેવાય!! ચેતન હોય ત્યારે બાળવાનું કહે તો એના પર કેસ ચાલે, કેમકે મડદું મરકી ફેલાવે, એ જ રીતે જ્યાં સંઘત્વ હોય એને સંઘ કહેવાય, અને જેનામાંથી સંઘત્વ નાશ પામ્યું હોય, એને હાડકાંનો ઢગલો કહેવાય.
આ તો આજે વચ્ચે નવી વાત થઈ. જે વાત બહાર આવે એ કહેવાની તથા તમને ચેતવવાની અમારી ફરજ છે. એવાની જોડે તમારે લમણાફોડમાં ઊતરવાનું નહિ. એવાઓને તમારે તો કહી દેવું કે-“તમે નવરા છો !' એમની સાથે વાત કરવામાં પણ તમને જોખમ છે. “કુર્નનાઃ સુરત વન્ય:' એ ન્યાયે એવાને તો છેટેથી જ નમસ્કાર કરવા ! તમારે એમને કહી દેવું જોઈએ કે, ‘અમારાથી તો તમારી સાથે વાત પણ ન થાય. અમે તો માણસ સાથે વાત કરીએ!"તમને એ પૂછે કે- ત્યારે અમે કોણ ?' તો કહેવું કે એ તમે જાણો, પણ અમે તો માણસ સાથે વાત કરીએ. તમારી સાથે નહિ !” એવાની સાથે લમણાફોડમાં પડશો જ નહિ. જૈનના મોંમાં એવી વાતો શોભે જ નહિ.
હવે તો સંસ્થારૂપે અને જૈન સમાજના ઉત્કર્ષના બહાને કેટલાક બહાર આવ્યા છે. જે કોન્ફરન્સના સમુદાયરૂપે એકત્રિત થવાનો છે. ત્યાં બધા આવા જ ઠરાવો આવવાના હોય એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને એટલું જ નહિ પણ પેપરોનાં પાનાં ઉપર પણ એવા ઠરાવો માટેનાં લખાણો છપાઈ ચૂક્યાં છે, એટલે નહિ ચેતો તો પરિણામ ભયંકર આવશે એટલું સમજજો. હું અનેકવાર કહી ચૂક્યો છું કે-આવા વખતે ધર્મજનોએ સર્વસ્વના ભોગે પણ ધર્મરક્ષા કરવી જોઈએ.
અમે ઘરબાર મૂકીને આવ્યા છીએ તે કેવળ શાસ્ત્ર માટે, આગમ માટે, ધર્મ માટે, એના રક્ષણ માટે ! એમાં અમારું ને તમારું હિત છે. અમને જેની સેવામાં કલ્યાણ લાગ્યું, તેની જ વાત અમારી પાસે આવનારને અમે કહીએ. અમે એ જ શીખ્યા છીએ, એ કહેવામાં અમે જરા પણ પાછી પાની નહિ કરીએ; જેને રૂચે