________________
૧૩૨ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧
19 તે આવે, ન રૂચે તેને જવા માટે દરવાજા ઉઘાડા છે. જેને બહુ જચે અને અહીં સાધુ પાસે બેસી જવાનું મન થાય, તેને માટે ઓઘો પણ તૈયાર છે. જેને મન ન થાય તેવા કોઈની પણ બગલમાં મૂકવા ગયા નથી. આજે એવી લાયકાતવાળા પ્રાય: કોઈ છે પણ નહિ, નહિ તો એમ પણ કરત.
પ્રભુની આજ્ઞા માન્ય હોય એને અહીં (શાસનમાં) રહેવાનો અધિકાર છે. મરજી મુજબ નાચનાર માટે અમે કાંઈ કામના નથી; એમને લાભ આપવાની તાકાત અમારામાં નથી; ઉપાશ્રય એમને માટે નકામો છે; જેમને પ્રભુ ન ગમે, શાસ્ત્ર ન ગમે, અભક્ષ્ય-ભક્ષણના ત્યાગની વાતો ન ગમે, રાત્રે ખાવાનું ગમે, ચોવીસેય કલાક ચાહ, પાન, સિગારેટ ચાલુ રાખવી ગમે, અને આ બધામાં જ કલ્યાણ માને, એમને અમારી સાથે મેળ નહિ મળે. આવાઓ આજે પરમતારક તીર્થપતિ ઉપર પણ આક્ષેપ કરતાં અચકાતાં નથી, એ જેવાતેવા દુઃખની વાત નથી.
પોતાના દુષ્ટ ઇરાદાઓને પોષવા માટે પરમ હિતકારી મહાપુરુષોને પણ જેમ એ લોકો આવી ખોટી રીતે નિંદે છે, તેમ જો તેઓને લગતી સાચી હકીકતો કહેવામાં આવે, તો તે પણ તેઓથી સહી શકાય તેમ નથી. શ્રી તીર્થંકરદેવ ઉપર બનાવટી આક્ષેપ મૂકવાનું પાપકર્મ કરનારાઓને ખબર નથી કે-કયા પુણ્યપુરુષ ઉપર આવો આક્ષેપ મૂકવામાં આવે છે ! આવા ખોટા આક્ષેપ કરનારાઓની જાતને ચીતરવી હોય તો ચીતરી શકાય. એ લખનાર કોણ છે, કેવા છે, એ જન્મ્યા ત્યારથી તે અત્યાર સુધી એમનાં જીવન કેવાં છે, તે અમે જાણીએ તો પણ અમે સાધુ છીએ માટે અમે ન બોલીએ, અમારાથી સામાન્ય રીતે ન બોલાય. અમને દોષ દેખાય તો પણ મોઘમ રીતે ઉપદેશ તરીકે કહીએ, પણ પ્રભુના શાસનની જો આવી ખોટી રીતે કાયમ ખાતે અવગણના કર્યા જ કરે, તો પ્રગટ કહેવાની પણ અમને છૂટ છે. એ વખતે એવા પાપાત્માઓને ઓળખાવી જગતને સમજાવવું પડે કે-આવા અધમ હેતુઓથી આ પાપાત્માઓ પ્રભુને અને પ્રભુના શાસનને આવી ખોટી રીતે ચિતરવાના અધમ પ્રયત્નો કરે છે.
ઇરાદાપૂર્વક એક મુનિવરના પ્રાણ લેવા માટે એક બાઈએ કડવી તુંબડી વહોરાવી હતી. એ વખતે આચાર્યે એ બાઈની જાતને ઓળખાવી હતી કે-જેથી ફરી કોઈનો ઘાત ન થાય. એ જાહેરાતનો હેતુ એ જ હતો કે-“કોઈ એવો ઘાત ન કરે', કોઈ એવું પાપ ન કરે અને કોઈ એનો ભોગ ન થાય.”
શાસન ઉપર, શાસ્ત્ર ઉપર, શ્રી તીર્થંકરદેવ ઉપર, મહાપુરુષો ઉપર ભયંકર આક્ષેપ કરવાનું કામ જો પાપાત્માઓ ચાલુ જ રાખે, તો અવસરે એમની