________________
૧૧ : વિકૃત બનેલું વાયુમંડળ – 11
જાતને ઓળખાવવાની ફરજ પણ બજાવવી જ પડે ! જો કે વાસ્તવિક રીતે આમાં અંગત સ્વાર્થ ન હોવા ઉપરાંત, કેવળ શાસનહિતને જ અનુલક્ષીને આ કૃત્ય કરવાનું હોવા છતાં, એને આજના જમાનામાં જો બદનક્ષી કહેવાતી હોય, તો તેવી બદનક્ષીના કાયદાની જોખમદારી વહોરીને પણ એવાઓની જાતને ઓળખાવવી પડે અને કોર્ટમાં જઈને એ ફરિયાદ કરે, તો કોર્ટ સમક્ષ કહી શકાય કે-‘આવા કારણે લાચારીથી એમની જાતને ઓળખાવેલ છે. અમે એમને ચેતવ્યા હતા કે બદદાનતથી વિશ્વના પરમ ઉપકારી મહાપુરુષો ઉપર આક્ષેપ ન કરો, પણ એ ન સમજ્યા અને કારમા ઘા કરવા ચાલુ જ રાખ્યા, માટે ભગવાનના શાસનની રક્ષા માટે એ નામચીનોને ઓળખાવવાની ફરજ પડી છે !' આ શુભ ઇરાદાના સત્ય એકરારથી આપણા આત્માની જો શુદ્ધ નિષ્ઠા હોય અને પૂર્વનાં અશુભ કર્મનો જો ઉદય ન થાય, તો કોઈ પણ જાતની હ૨કત ન આવે, પણ કદાચ આવે તોયે શું ? કેવળજ્ઞાન ઉપાર્જન ક૨વા શ્રી તીર્થંકરદેવે ઘણું ભોગવ્યું, તો એમની ભક્તિ કરવામાં આપણે થોડું સહેવું પડે, એમાં વાંધો પણ શો ? એમાં તો એકાંતે આત્માનું કલ્યાણ જ છે.
દયાધર્મને નામે વિધવાવિવાહ ?
સભા એમની દલીલ એવી છે કે-‘વિધવાવિવાહ એ ગૃહસ્થનો દયાધર્મ છે. એ સમાજ-વ્યવસ્થાની વાત છે એમાં સાધુ ન બોલે.’
133
7
૧૩૩
એ તો કાલે કહેશે કે, ‘પરણવું એ પણ ગૃહસ્થનો દયાધર્મ છે, માટે સાધુએ બ્રહ્મચર્યનો પણ ઉપદેશ ન આપવો' તો શું એ પણ માની લેવું ખરું ? દયાના નામે એક પાપ ચાલતું હોય, એમાં બીજું પાપ ઉમેરાય ? દયાળુઓ વિષયકષાયની પુષ્ટિ થાય એવી વાતો કદી પણ કરે ? વિષય-કષાયો વધે એમાં દયા વધે કે ઘટે ? વિષય-કષાયની પ્રવૃત્તિ વધારનારા આજે પોતાની જાતને દયાળુ તરીકે ઓળખાવે છે, એ જ એક આશ્ચર્યજનક વાત છે.
તેઓને દયાની વ્યાખ્યા, દયાનું લક્ષણ અને દયાનું સ્વરૂપ તો બાંધવાનું કહો ! તમારામાં રદિયો આપવાની તાકાત ન હોય, તો તમે એવું સાહિત્ય વાંચો કે નહિ તમે નહિ વાંચો એટલે આપોઆપ થાકશે. આ તો સમજે છે કે-‘વાંચે તો છે. એક વાર, બે વાર, પાંચ વાર વાંચશે એટલે છાયા પડશે.' માટે એ લખે છે. એમણે જે લખ્યું છે, તેમાં ઇતિહાસનું પ્રમાણ નથી, શાસ્ત્ર ના પાડે છે અને ધર્મી ખાત્માની બુદ્ધિ પણ ના પાડે છે. લખાણમાં યુક્તિ, દલીલ કે પ્રમાણ-કશુંયે નથી. એવી દલીલ આદિ વિનાની વાત મનાય જ કેમ ? એવી એવી અયોગ્ય વાતોથી પાપની વાસનામાં ન પડાય, એની જ કાળજી રાખવાની છે.