________________
૫૦૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
જગ્યા મળતી નહોતી, હવે ઓરડી તો મળી !' આવાને પોલીસ કરે શું ? કહે કે, કપડાં વિનાના આદમીને કહેવું શું ?
508
અકબર ભલે મુસલમાન હતા પણ ધર્મના અર્થી હતા, છ મહિનાના રોજાથી આશ્ચર્ય પામ્યા અને એથી એને એમ થયું કે, આ તાકાત આવી ક્યાંથી ? જ્યાંથી આવી એને પામવાનો નિર્ણય કર્યો અને પરિણામે આચાર્ય ભગવાન શ્રી વિજયહીરસૂરિશ્વરજી મહારાજાને માનપૂર્વક બોલાવ્યા. એ તારકના સહવાસે, ઉપદેશે અને સંયમની છાયાએ એ અહિંસક બન્યા, અને એ બાદશાહે આચાર્ય ભગવાન શ્રી વિજયહીરસૂરિજી મહારાજાને જગદ્ગુરુ તરીકે સ્વીકાર્યા. પણ એ બાદશાહે એમ ન કહ્યું કે, ‘તમારા જેવા ભીખ માંગે અને દુનિયાને ભીખ માંગતી બનાવે એ મને પસંદ નથી.'
•
જગદ્ગુરુ આચાર્ય ભગવાન શ્રી વિજયહીરસૂરિજી મહારાજા પાસે સાધુ કેટલા ? કહેવાય છે કે, બે હજાર. દીક્ષા આપતાં કંઈક ઉપદ્રવો એ તારકના ઉપર પણ થયા હતા. નાનાં બાળકોને એમણે ઢગલાબંધ દીક્ષા આપી હતી. શ્રી જૈનશાસનને પામેલા રાજા-મહારાજાઓની પણ ભાવના તે હોય છે કે, ‘તે ધન્ય છે કે જેણે બાળવયમાં દીક્ષા લીધી છે અને અમે અધન્ય કે હજી ન પામ્યા !' પોતાના સાથીને પણ તે પુણ્યાત્માઓ એવી જ સલાહ આપતા. આ જ કારણે મોટાને સુધારતાં પહેલાં હું તો નાનાને સુધારું અને મોટાને સુધારવા માટે તો મહિનાઓથી રોજ વંચાય જ છે ને ?
બાળકને દીક્ષા તરત અપાય અને તમને કેમ નહિ ?
બાળકને આ બધું ન કહેવાય. એને તો એમ જ કહેવાય કે, ‘આ સંયમ સારું, ઓઘો સારો, એનાથી દયા પળાય, દયાથી મોક્ષ મળે, ‘મોક્ષ ન મળે તો સ્વર્ગે જવાય, દુઃખનું નામ નહિ !’ એ પાછો પૂછે કે, ‘એવું ?’ હું કહી દઉં કે, ‘હા.’ એ કરે માંગણી કે, ‘ત્યારે લેવું છે.’ હું કરું દાન કે, ‘લે ત્યારે.’ પણ તમને (મોટાને તો ઘણું ઘણું પૂછવું પડે, કેમ કે તમારામાં જે અનેક દોષો પડેલા છે, તે એ બાળકમાં નથી. બાળકને ખોટું બોલતાં આવડે નહિ, સરલ એવો કે જેમ વાળો તેમ વળે, પણ તમે તો હઠીલા, તરત તમને પોઝિશન નડે ‘હું કોણ ?' એ તમને થાય. બાળકને એ ન થાય. ‘તમે કોના દીકરા, ક્યાં નોકરી કરી, હાથબાથ મારીને તો નથી આવ્યાને' - એ બધું મારે મોટાઓ માટે તો જાણવું પડે, નહિ તો તમારા ઉપરનું વૉરંટ અહીં આવે. એ બધી ઉપાધિઓ મોટાઓને જ હોઈ શકે છે, પણ નાનાને નહિ; એટલે નાનાઓમાં એ કશું જ જોવાની જરૂ૨ નહિ. એ તો બેસ કહેતાં બેસી જાય, પણ મોટા એમ ઓછા જં બેસે ?