________________
509 - ૩૮ઃ જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 - ૫૦૯
મોટાને ના કહેતાં તો સત્તર વિચાર થાય, ન માને તો શું કહેવું એ વિચાર પણ પહેલેથી કરવો પડે, આથી નાનાને સુધારવાની પસંદગી પહેલી. આ માટે સર્વથા વાજબી છે અને વધુમાં સમજો કે, મોટાઓ નથી સુધરતા એમાં સાધુસંસ્થાનું ઓજસ ઘટ્યું છે એમ નથી, પણ એ મોટાઓની નાલાયકાત છે અને લાયક મોટાઓ નથી સુધરતા એમ પણ નથી. કારણ કે, આજે પણ સુધરેલા મોટાઓની સંખ્યા કાંઈ નાનીસૂની નથી. બાળકો કરતાં મોટાઓ કાંઈ ઓછા દિક્ષિત નથી, એટલે સમજો કે, લાયક તો મોટા અગર નાના બધા સુધરે છે અને સુધારાય છે. અસ્તુ. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તમામ વસ્તુ સ્વભાવસિદ્ધ હોઈ શંકાને સ્થાન જ નથી.