________________
૪૮૯ -
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
486 પરમાર્થી પરમર્ષિઓનું માનવું ખોટું શું? અને એવા સ્વાર્થીઓના આધારે જાય તે જીવે કે મરે ? ખરેખર, વયનું તો એઓનું એક બહાનું છે, બાકી તો દીક્ષા જ તેઓને જોઈતી નથી.
તેઓ સમજે છે કે, સાધુઓ જીતે તો અમારા જેવા પ્રપંચીઓને કોઈપણ રીતે સ્થાન મળી શકે તેમ નથી ! એનો જ આ બધો ઉધમાત છે, કારણ કે, આ નાટકિયાઓ એક ગામડામાં જઈ આવે, ત્યાં લોકોના મગજમાં ઊંધી વાતો ઘાલી આવે, પણ તે પછી કોઈ સારા સાધુ જઈ આવે અને લોકોને સાચી વાત સમજાવે એટલે તેમનો મામલો ખતમ ! એથી જ એઓ એ વાત સાચી રીતે, સમજે છે કે, “અમારું બાંધેલું પાપમય કારખાનું તો એક ક્ષણમાં સાધુઓ છિન્નભિન્ન કરી નાખશે, એટલા માટે જ એ લોકો બધી કાર્યવાહી કરી ચૂક્યા
સાધુઓને કલંકો લગાડાય તેટલાં લગાડી ચૂક્યા. એમની સામે જેટલો કાદવ ઉછાળી શકાય તેટલો ઉછાળી ચૂક્યા. સાધુ સંસ્થાને દુનિયામાંથી ઉખેડવાની તમામ ચેષ્ટાઓ કરી ચૂક્યા. કશામાં ન ફાવ્યા એટલે નિયમાવલિ ઘડી કે, એક વખત જો સમાજ માટે અને અઢાર વર્ષ પહેલાંની દીક્ષા બંધ થાય, તો તે પછી બાકીની દીક્ષા રોકવા માટે નવો કીમિયો તૈયાર જ છે ! કહી દે કે, “સ્ત્રીને, છતે ધણીએ વિધવા બનાવવાનું પાપ અમારા જેવા ઉપકારી હોવા છતાં કેમ જ થવા દેવાય ? મુસલમાનને ઘેર જાય તો જવા દેવાય, ત્યાં વાંધો નહિ, માત્ર અહીં જ વાંધો ! હવે તો એ લોકો નિર્લજ્જ બનીને કહે છે કે, દ્રૌપદીને પણ પાંચ પતિ હતા, તો આજે એકથી બીજો કરે એમાં હરકત શી ?
હું તો આ બધું કહીને તમને એક જ વાત સમજાવવા માગું છું કે, એ અક્કલહનોના બોલવામાં કોઈ સિદ્ધાંત જ નથી. એટલે ઘડીકમાં કંઈ ને ઘડીકમાં કંઈ એમ બોલ્યા જ કરે છે ! વધુમાં એ તો કહે કે, “ત્યાગ પાછળ ધાંધલ શી ? કશી પણ ધાંધલ ન હોય તો જ ત્યાગ લેવાય.” પણ દુનિયાના કોઈ તત્ત્વજ્ઞાનીએ કે પર્દર્શનકારોમાંથી એક પણ દર્શનકારે એ ન કહ્યું કે, ત્યાગ પાછળ ધાંધલ ન જ થાય.
વ્યાકરણકાર પાણિનીએ પણ “મના પછી'નો ભાવ સમજાવતાં કહ્યું કે, સંબંધીનો ત્યાગ કરવામાં અનાદર પણ કરવો પડે.” અનાદર કરતાં આંખમાંથી પાણી પણ ટપકે ! વળી દીક્ષાની પાછળ રોનારા દીક્ષાથી નથી રોતા અને મરનારની પાછળ રોનારા મરનાર માટે નથી રોતા. એ લોકો પણ એ તો કબૂલ કરે છે કે, મરનાર માટે કોઈ રોતું નથી. કહો કે, મરનાર પાછળ ગવાતા