________________
377
૩૦ : મિથ્યાજ્ઞાન-સમ્યજ્ઞાન વચ્ચેનું અંતર 30
-
૩૭૭
છે. અજ્ઞાન એટલે અણસમજ નહિ પણ વિપરીત જ્ઞાન. એ જ્ઞાન આત્માને જે માર્ગે લઈ જવો છે, તે માર્ગે ન લઈ જાય પણ ઊંધા માર્ગે જ લઈ જાય. આ અજ્ઞાનરૂપ જ્ઞાન આત્મકલ્યાણ માટે આવશ્યક ગુણોને પ્રગટવા જ ન દે.
શાસ્ત્ર તો કહે છે કે, જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ સાચી નમ્રતા, લઘુતા, ગંભીરતા વગેરે ગુણો વધતા જાય, સંસારના સઘળા પદાર્થો પ્રત્યે અરુચિ થાય અને ઇચ્છા મુજબ વર્તવાની ભાવના જ ન થાય; પરંતુ આજે તો જેમ જેમ જ્ઞાન વધ્યું એમ કહેવાય છે, તેમ તેમ આથી ઊલટું જ થતું જાય છે. આત્મામાં સમ્યજ્ઞાન કે મિથ્યાજ્ઞાન છે, એની પરીક્ષા જ આ છે.
જેના યોગે દુનિયાની ઋદ્ધિસિદ્ધિ મેળવવાની અને ભોગવવાની ભાવના થાય, તે મિથ્યાજ્ઞાન અને જેના યોગે દુનિયાની ઋદ્ધિ-સિદ્ધિ મૂકવાની ભાવના થાય તે સમ્યજ્ઞાન. દુનિયાના પદાર્થો પ્રત્યેની રુચિ સમ્યગ્નાનથી ઘટે. જો એવી રુચિ ન ઘટે તો માને કે, સાચું જ્ઞાન થયું નથી. જ્ઞાન થયા પછી નાશવંત વસ્તુ પ્રત્યે પ્રેમ જાગે જ કેમ ? ચોપડીઓ ગમે તેટલી વાંચે તેથી શું થયું ? લૂંટારા અને બદમાશો પણ ચોપડીઓ વાંચીને પાવરધા બને છે, એ કળા શીખવાની પણ ચોપડીઓ હોય ને ? કામશાસ્ત્રો પણ છે ને ? પાંચ-પચ્ચીસ ચોપડીઓ ભણવાથી ડીગ્રી મળે તે કાંઈ સભ્યજ્ઞાન નથી. ચોપડી ભણેલા તો એવા ઘણા પડ્યા છે કે, જે દુનિયાને પણ બોજારૂપ છે અને જેનું નામ સાંભળતાં ઘણાને કંપારી છૂટે છે.
સભા તેર ચોપડી ભણેલો ત્રણ ચોપડી ભણેલાની મશ્કરી કરે ?
એ જ અજ્ઞાન. અજ્ઞાની અજ્ઞાન ચેષ્ટા કરે એમાં નવાઈ શી ? પગ માંડતાં જેને ન આવડે એ પડે જ. જેને સમ્યગ્નાનનો અંશ પણ સ્પર્શો નથી, તેને મશ્કરી વિના બીજી ચેષ્ટા કેમ જ સૂઝે ?
‘ગોશાળો’ પોતાને જિન કહેવરાવતો હતો. ‘ભગવાન પણ ભૂલ્યા એમ · જમાલી કહેતો હતો અને ગોષ્ઠામાહીલે એકેએક આચાર્યને જુઠ્ઠા કહ્યા હતા, એ જાણો છો ને ? જેનામાં પૂર્વે જ્ઞાન હોય તે પણ જો અજ્ઞાની થાય તો દશા આવે, તો જેને સમ્યજ્ઞાનનો અંશ પણ સ્પર્ધો ન હોય તેની દશા કેવી હોય ? અજ્ઞાની અજ્ઞાનચેષ્ટા ન કરે તો બીજું કરે પણ શું ?
જ્ઞાનીઓને, પૂર્વાચાર્યોને, શાસ્ત્રોને, હીણકર્મી અજ્ઞાનીઓ ન નિંદે તો કરે શું ? ભયંકર અજ્ઞાનીઓ તો શાસ્ત્રોને આઘાં મૂકવાનું કે બાળવાનું પણ કહે, કારણ કે, એવું ન કહે તો એ અજ્ઞાનીઓ બીજું કરે પણ શું ? સારી વસ્તુને દુર્જનો ન નિંદે તો નિંદે પણ કોણ ? દુર્જનોને જીવવાનો એક જ ઉપાય છે કે,