________________
૩૭૮ -
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – -- 378 કોઈ પણ ભોગે સજ્જનોને નિંદવા, કારણ કે, એમ ન કરે તો તેઓ જીવી પણ શકતા નથી. માટે દુર્જનોનો એ ધંધો નિયત છે. - આ શાસન અને શાસ્ત્રોની ક્ષાતી હોય ત્યાં સુધી જૈન શાસનમાં રહી મરજી મુજબ વર્તવાનું બને ? નહિ જ, માટે તેઓને શાસ્ત્રને ખસેડવાનો પ્રયત્ન કરવો જ પડે ને ? કારણ કે, આ શાસ્ત્ર હોય ત્યાં સુધી મિથ્યા પ્રવૃત્તિનું વજન ઘટતું નથી, માટે જ દુર્જનો સજ્જનોને તથા શાસ્ત્રોને નિંદવાની પ્રવૃત્તિમાં.' તત્પર રહે જ છે.
સાચું અને ખોટું જગતમાં શાશ્વત જ છે. પોતાને જિન કહેવરાવનાર ગોશાળો' અને “ભગવાન ભૂલ્યા” કહેનાર જમાલી ભગવાનની હયાતીમાં જ હતા ને? જો તેઓ એમ ન કહે તો પોતે અયોગ્ય ઠરે. પોતે ખોટું પકડેલું તે સાચું ઠરાવવા સાચાને પણ ખોટા કહેવા જ પડે; તે સિવાય તેવા આત્માઓ માટે બીજો રસ્તો જ નથી; આથી જ દૃષ્ટિ શુદ્ધ થયા પછી બધી ક્રિયા શુદ્ધ થાય, પણ તે પહેલાં નહિ! જેની દૃષ્ટિ મેલી એને બધું મેલું જ દેખાય, એટલે એનું બોલવુંચાલવું બધું જ ખોટું; એ બધા ધોળાને કાળું જુએ, એટલે એવાઓ ધોળાને પણ ધોળું કહે શી રીતે ? પીળીઓ થાય એ બધું પીળું દેખે. એની આંખ માટે દુનિયામાં કશું જ ધોળું નથી હોતું; તેમ મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શનથી ઘેરાયેલા આત્માઓના હાથમાં શાસ્ત્રની સુંદરતા આવે જ નહિ.
દેવાળિયો કોઈને શાહુકાર જોઈ શકે જ નહિ. એ તો એમ જ કહે કે, “મેં ખુલ્લું કર્યું, બાકી બધા અંદરથી તો આવા જ છે.” કેમ કે, એને જીવવું છે, મોટર દોડાવવી છે અને ઘી-દૂધ ખાવાં છે. વેપારીને કોઈ કહે, “જૂઠું બોલે છે ?” તો જો તે સાચો છે એમ પુરવાર નહિ જ કરી શકે તો કહેશે કે, “બધા જ બોલે છે, હું કાંઈ એકલો નથી બોલતો.”
સભાઃ જગત માને ?
જગત કયું જ્ઞાની છે ? જે સમજે તે જ બચે. બધાનાં કપડાં સળગેલાં અને ડાઘવાળાં તો છે જ, એટલે તેમાંથી કોઈક જ પુણ્યવાન બચે; આથી જ શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રાપ્તિ થવી કઠિન છે અને પ્રાપ્તિ થયા પછી મળેલા , શાસનને સાચવવું, એ એથી પણ કઠિન છે, મેળવે તે ભાગ્યશાળી અને સાચવે તે એથીયે વધારે ભાગ્યશાળી.
અજ્ઞાનતાના યોગે ગુણો પ્રત્યે પણ ઇષ્ય જન્મે છે. અન્યથા કોઈ ગુણવાન