SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ જિનની સાથે જ નિર્વાણ પામ્યો છે” એવો ફતવો બહાર પાડ્યો, પણ આટલો ફતવો બહાર પાડી બેસી રહે પાલવે તેમ ન હતું. તેને ‘શાસ્ત્રને નામે’ ચઢાવવા પ્રયત્નો થયા.” 547 ૫૪૭ “જ્યાં અન્નપાણીના સાંસા પડવા માંડે ત્યાં ત્યાગ, તપ અને જ્ઞાનની વાતો ક૨વી અને તેમાં વીરે ઉપદેશેલા કડક ત્યાગમાર્ગની, તે તો એક જાતની મૂર્ખાઈ જ છે.” * “વિકારી સાહિત્યનાં કારખાનાં આ ગીતાર્થોની દેખરેખ નીચે તેમના જ હાથે રાત ને દિવસ ચોવીશે કલાક ચાલવા લાગ્યાં.” * ગીતાર્થ ગુરુઓને પગલે ચાલી, તેમની ઉજ્જ્વળ કીર્તિને વધુ ઉજ્વલ ક૨વાને તેમના સમર્થ શિષ્યોએ સડાને શાસ્ત્રનું રૂપ આપવાને મોટા પાયા પર કારખાનાં સ્થાપ્યાં, એ કારખાનામાંથી શાસ્ત્રની મુદ્રા પામેલો કોહવાટ મોટા અને મોટા પ્રમાણમાં વધુ અને વધુ ઝડપથી નીકળવા લાગ્યો... ગમે તેવા ગીતાર્થો ! અને તેમનો ઇતિહાસ લખે તે ‘સાતમી નરકે જાય’ અને એ અશક્ય છે કે, આજના ક્રાંતિના જમાનામાં નર્કની સંખ્યા ઓછામાં ઓછી ચૌદ સુધી વધારવાને તેઓ શાસ્ત્રમાં શોધખોળ કરી કે સર્જન કરી, તેને શાસ્ત્રની મહોરે તૈયાર થતાં હોય. ... પણ હવે તો સાધુ સંસ્થામાં એક પ્રકારનો ચેપી રોગ ફાટી નીકળ્યો હતો. દરેક સમર્થ અને મહાજ્ઞાની આચાર્યો દિવસ ઊગ્યે નવી નવી છાવણીઓ નાંખવાનો શાસ્ત્રમાં નવી નવી શોધ કરવાનો પ્રયત્ન કર્યો હોય, એમ લાગે છે. જૈન કોમના ધન્ય ભાગ્ય છે કે, આજે તો એવા સમર્થ અને મહાજ્ઞાની ગીતાર્થો કીડીઆરા માફક ઊભરાઈ જાય છે.” * ‘સાંજ વર્તમાન’ તા. ૨૩-૯-૧૯૨૯, શ્રી જૈન યુવક સંઘ નં. ૨૧ વર્તમાન વૈષધારીઓ + + + “ઉપહાસ, બાળચોરી, પુસ્તકચોરી, ઉપકરણ ચોરી-મૈથુનને માર્ગે તેના અસામાન્ય પ્રકાર પરિગ્રહ પરિમાણ-વ્રત, ધોળા હાથી-મુગલ સરદારની યાદ.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy