________________
429 - ૩૪ઃ વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34 – ૪૨૯
આજનાં પુસ્તકોમાં વસ્તુ જ ન જણાય અને આ મહાપુરુષો તો પહેલી ગાથામાં જ વસ્તુ જણાવી દે. ગ્રંથનું નામ જ વસ્તુ-સૂચન કરે એવું હોય. આજના ગ્રંથોનાં તો પ્રાયઃ નામ અને કામ બધું આડંબરી ! પણ એ આડંબરીઓએ સમજી લેવું જોઈએ કે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક ગુણોના પ્રકાશમાં કોઈ જાતનો દેખાવ કરવો પડતો જ નથી.
આપણી ક્રિયા તો અભ્યાસ છે; તે જેમ જેમ વધશે તેમ તેમ સ્વાભાવિકતા આવશે; પછી “હું જ્ઞાની, હું સંયમી” કહેવું નહિ પડે; “તપ કરવો છે” એવો વિચાર પણ નહિ કરવો પડે, તપ એ આત્માનો ગુણ છે, પછી તપ કરવાનો તે વિચાર કરવો પડે? નહિ. વિચાર કરવો પડે, તો ખાવું પડશે,’ એ વિચાર કરવો પડે ? પણ એ દશા સ્વાભાવિક ગુણ ખીલે ત્યારે જ આવે.
ત્રિપદી, ગણધર, તીર્થપ્રચાર, એ બધી સામગ્રી દરેક શ્રી તીર્થંકરદેવની નિયત અને તૈયાર હોય; કશી યોજના નવી નથી કરવી પડતી. યોજના તો બનાવટીને કરવી પડે. મુનિનો કાર્યક્રમ પણ નિયત જ છે; જે જેટલો અમલમાં ન મુકાય તે માટે ઘટના કરવી પડે; એ જ કારણે આ શાસનમાં પોલાણવાળાને તીર્થ સ્થાપવાનો અધિકાર જ નથી. જે જેવા હતા તે તેવું પામ્યા! . - શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન થવાનું આ જ મુખ્ય કારણ છે; શ્રી જિનેશ્વરદેવ ઇરાદાપૂર્વક આ બધું નિર્માણ કરે છે એમ નથી, પણ એ તારકના નિમિત્તે તીર્થનું નિર્માણ થાય છે. “આ યોગ્ય અને આ અયોગ્ય' એ શાથી કહે ' છે ? જ્ઞાનપ્રકાશ એ બતાવે છે. ત્યાં રાગદ્વેષ કેમ જ આવે ? નાડીજ્ઞાન વિનાનો . વૈદ્ય પૈસાના લોભે ગપ્પાં મારે, પણ નાડીનું જ્ઞાન ધરાવતો અને નિર્લોભી વૈદ્ય
નાડી હાથમાં લીધા પછી ગપ્પાં કેમ જ મારે ? ન જ મારે. '. અનંતજ્ઞાનનો પણ સ્વભાવ કે, એમાં વસ્તુ હોય તેવી દેખાય, એ જ કારણે અનંતજ્ઞાની દરેક વસ્તુને જેવી હોય તેવી જ કહે. સૂર્યમાં પ્રકાશ, ચંદ્રમામાં શીતળતા. મેઘમાં વરસવાપણું, ઋતુમાં તેવા તેવા ગુણો, એ બધું સ્વભાવથી જ છે. તેમ શ્રી જિનેશ્વરદેવનું શાસન પણ સ્વભાવથી જ છે. એના પ્રકાશને જેટલો ઝિલાય તેટલો ઝીલનારાએ ઝીલ્યો. એમાંથી અમુક વસ્તુને જ પકડી જે આગ્રહી બન્યા, તે કુમતવાદી બન્યા; કુમતમાં તણાયા તે મિથ્યાદૃષ્ટિ કહેવાયા; અને કુમતમાં ગયા પછી સુમતનો વિરોધ કરનારા વિરોધી થયા. જેનામાં જે યોગ્યતા હતી તેવા તે બન્યા. યોગ્ય હતા તે પામ્યા, યોગ્યતા વગરના વંચિત રહ્યા અને અયોગ્યોએ હાનિ ઉઠાવી.