________________
પાંચમા ભાગ તરીકે સંપાદિત કરીને પૂર્ણ કરી શક્યો, તેને મારા જીવનની એક આનંદની ક્ષણ ગણું છું. જો કે પાંચેય ભાગના બધાં જ પ્રવચનોની પ્રેસ કોપી પૂજ્યપાદશ્રીજીની ગીતાર્થ નજર હેઠળથી પસાર થઈ હતી, એ જેવું તેવું સૌભાગ્ય નથી. એ પાંચ ભાગમાં સમાયેલાં ૧૧૮ પ્રવચનો સંપૂર્ણપણે આવી જાય એ રીતે ત્રણ ભાગ વાળી આ તૃતીય આવૃત્તિનું સંપાદન કર્યું છે.
બે ભાગરૂપે પહેલી આવૃત્તિમાં ૪૦ જેટલાં પ્રવચનો વીરશાસન કાર્યાલય તરફથી પ્રકાશિત થયાં હતાં. તો પાંચ ભાગરૂપે બીજી આવૃત્તિમાં ૧૧૮ જેટલાં પ્રવચનો શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયાં હતાં, તે : ત્રીજી આવૃત્તિરૂપે હવે સન્માર્ગ પ્રકાશન તરફથી પ્રકાશિત થઈ રહ્યાં છે.
પૂજ્યશ્રીએ આચારાંગ સૂત્રને અવલંબીને આપેલ આશરે ૨૨૦ પ્રવચનો કે જે અદ્યાવધિ અડધા ઉપરાંત અપ્રકાશિત છે, તેનું સંપાદન-સંકલન સ્વ. પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં જ તેઓશ્રી પાસેથી પ્રાપ્ત થયેલ આજ્ઞાથી
ચાલુ કર્યું હતું, જે આશરે ૧૫ ભાગમાં તૈયાર થશે, એમાંથી : ભાગ ૧થી ૭ પ્રકાશિત થઈ પણ ચૂક્યા છે, જ્યારે બાકીના
ભાગોનું કામ ચાલી રહ્યું છે. તે તેઓશ્રીની જ કૃપાથી વિનાવિલંબે પરિપૂર્ણ થાય એમ ઇચ્છું છું.
પ્રાંતે આ પ્રવચનોના સંપાદનમાં અજ્ઞાતપણે પણ શ્રી શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કે સ્વ. પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કાંઈ સંપાદિત થયું હોય તો તેની ક્ષમાયાચના સહ પ્રસ્તુત સંપાદનથી જે કાંઈ સુકૃત પ્રાપ્ત થયું હોય, તેનાથી જગતના જીવમાત્રને શ્રીસંઘનું અંગ બનાવવાની ક્ષમતા પામી, સ્વપરનું સાચું હિત સાધી શકું એ જ એક મનઃકામના.
તે વિ.સં. ૨૦૬૨ :
ભાદરવા વદ ૧૪ તા. ૨૧-૯-૨૦૦૬, ગુરુવાર પૂ. બાપજી મહારાજાની
સ્વર્ગતિથિ સ્મૃતિમંદિર, સાબરમતી. :
વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી મ.સા.નો ચરણરેણુ વિજય કીર્તિયશસૂરિ