________________
10
૧૦.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજીએ અને શુદ્ધ શ્રદ્ધાને ધરનારા બીજા રાજાઓએ પણ શ્રી સીતાદેવીને વંદન કર્યું.
સંઘપતિ આવા હોય, સીતા તો પોતાની સ્ત્રી હતી, છતાં ત્યાં પણ હાથ જોડે છે. આજે શ્રી રામચંદ્રજી જેવા સંઘપતિ છે કોઈ ? સોળ હજાર રાજાઓના સ્વામી, ત્રણ ખંડના માલિક, સંઘના આગેવાન અને ચરમ-શરીરી, એવા શ્રી રામચંદ્રજીની પણ આજ્ઞા સીતાજીએ લીધી નહિ. શ્રી રામચંદ્રજીને મૂચ્છિત અવસ્થામાં મૂકી સીતાજી સંયમ લેવા ગયાં, એ ગુન્ડો ખરો ? શાસ્ત્ર “ના” પાડે છે. એ સંયમ લેવા ગયાં હતાં, કાંઈ ચોરી કે લૂંટફાટ કરવા નહોતાં ગયાં ! મોહમાં પડેલાને બચાવાય કઈ રીતે ? કોઈની મૂચ્છ વાળવા જતાં, પોતાને આવી જાય તો શું થાય ? શ્રી રામચંદ્રજીએ બાણ ઉપાડ્યું ત્યારે શ્રી લક્ષ્મણજીએ રોક્યા. એ વખતનો બંધુ, સાથી, સમુદાય આવો હતો. અયોગ્ય કાર્યવાહી થાય, ત્યારે કાંડુ પકડી ઊભા રાખતા. સદાય શ્રી લક્ષ્મણજી શ્રી રામચંદ્રજી પાસે સેવક તરીકે રહેતા, કદી સામું નથી બોલતા, પણ ભાઈના હાથે જ્યારે જ્યારે ખોટી કાર્યવાહી થવાનો પ્રસંગ આવતો ત્યારે ત્યારે રૂકાવટ કરતા, કેમકે એ સાચા બંધુ હતા. તમે તમારી ફરજ સમજો ! એ ન સમજો અને પચીસમા તીર્થંકર કહેવરાવો, તે કોઈ પણ માને ખરું કે ? નહિ. શ્રી સંઘને “નગરની ઉપમા : * શ્રી તીર્થંકરદેવને ઓળખો છો ?સંખ્યાબંધ આત્માઓને સંસારથી તારનાર, રાજા-મહારાજાઓને પણ પરમ ભિક્ષુક બનાવનાર; મોટ્ટી સાહ્યબીના માલિકોને સાધુ બનાવનાર અને આખા જગતને ત્યાગનો સંદેશો પાઠવનાર એ તીર્થંકરદેવો હતા. પરમ તારકો સ્વયં સંસારથી નીકળતા ત્યારે પણ હાલત કેવી ? એમના સ્નેહીઓ પણ મોહની ઝપટમાં આવે, તો આજના કુટુંબીઓ મોહથી મંત્રાય એમાં નવાઈ શી? મોહની ઝપટ ન લાગવા દે તે શ્રીસંઘ કે એમાં ધક્કે મારે તે શ્રીસંઘ ? માટે જ સંઘના સ્વરૂપ તરફ તમારું ધ્યાન ખેંચવા માંગું છું.
ટીકાકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજા શ્રી સંઘની સ્તુતિ કરતી “શ્રી નન્દીસૂત્ર'ની ગાથાઓની અવતરણિકા કરતાં ફરમાવે છે કે : -
વર્તમાન તીર્થના અધિપતિ હોવાથી આસન ઉપકારી શ્રી વર્તમાનસ્વામીને નમસ્કાર કરીને, હવે શ્રી તીર્થંકરદેવ પછી શ્રી સંઘ એ પૂજ્ય છે, - એમ વિચારતાં સૂત્રકાર મહર્ષિ નગરના રૂપકથી શ્રીસંઘની સ્તુતિ કરે છે.” १. "वर्तमानतीर्थाधिपतित्वेनासन्नोपकारित्वाद् वर्द्धमानस्वामिनो नमस्कारमभिधाय सम्प्रति
तीर्थकरानन्तरं सड्यः पूज्य इतिपरिभावयन् सङ्यस्य नगररूपकेण स्तवमाह-" ..