________________
11
:
–
- ૧ : સંઘપતિ કેવો હોય ? - 1 -
૧૧
સૂત્રકાર મહર્ષિએ આ સૂત્રના મંગલાચરણમાં અનેક રૂપકોથી શ્રીસંઘની સ્તુતિ કરી છે. અનેક રૂપકો પૈકીનું પહેલું રૂપક “નગર’નું આપ્યું છે; “નગરનું રૂપક આપતું વર્ણન આ મુજબ છે : -
હે સંઘરૂપ નગર ! તારું કલ્યાણ થાઓ! તું શાશ્વત રહો. તારી ત્રુટી કદી જ ન હો. નગરમાં મકાન હોય; મકાન વિના નગર ન હોય. નગરમાં લક્ષ્મી જોઈએ, શેરીઓ પણ હોય અને ફરતો કિલ્લો પણ હોય - જેથી લૂંટારા ન પેસે. આ ચારે ચીજ સંઘરૂપ નગરમાં હોય. આ ચાર જ્યાં હોય તે સંઘરૂપ નગર, બીજું નહિ. ભવન ન હોય તે નગર નહિ, લક્ષ્મીહીન કેવલ દરિદ્રીઓ જ વસે તે નગર નહિ, શેરી વિગેરે ન હોય તે નગર નહિ અને જેને ફરતે કિલ્લો ન હોય તે પણ નગરની કોટિમાં ગણાય નહિ. જેમ નગર મોટું તેમ ભવનો પણ ઘણાં હોય; તે જ રીતે શ્રી સંઘરૂપી નગર પણ ગુણરૂપ ભવનોએ કરીને ગહન છે. આ શ્રી સંઘરૂપી નગર ગુણોરૂપી ભવનોથી એવું ગહન છે કે-હવે તેમાં નવું મકાન કરવાની જરૂર પણ નથી. - હવે એ ગુણો ક્યા ? ઉત્તરમાં ટીકાકાર મહર્ષિએ ફરમાવ્યું છે કે – એપિડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણો. મૂળ ગુણ તો કિલ્લા તરીકે છે એટલે કે સર્વવ્યાપી છે. મૂળગુણ મુખ્ય છે. કિલ્લા વિનાની નગરીમાં લુંટારા પેસી જાય; એ નગરીના રાજાને વિશ્રાંતિ ન હોય; અચાનક દોડવું પડે. ઉત્તર ગુણોરૂપી ભવનોથી સંઘનગર વ્યાપ્ત છે. નગરમાં લક્ષ્મી જોઈએ, તો આ સંઘરૂપ નગર પણ શ્રુતજ્ઞાનરૂપ રત્નોથી ભરેલું છે. * અહીં કેવળજ્ઞાન કેમ ન કહ્યું ? કારણ, સંઘ નગરમાં કાયમ કેવળજ્ઞાન ન હોય; શ્રત તો હોય જ. તમારે અમારે કયાં રત્નોથી શ્રીમંત બનવાનું ? શ્રુતજ્ઞાનરૂપી રત્નોથી ! પરીક્ષા બધી શ્રુતજ્ઞાનથી કરવાની, કેવળજ્ઞાનથી નહિ ! કેવળજ્ઞાની પણ પોતાની દૃષ્ટિએ અશુદ્ધ દેખાતો આહાર, પણ જો શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનની દૃષ્ટિથી શુદ્ધ જોઈને લાવ્યા હોય અને શ્રુતજ્ઞાનની દૃષ્ટિએ શુદ્ધ જ હોય, તો એને દોષિત કહ્યા વિના વાપરે. જો દોષિત કહે તો સંઘનગરમાં ભેદ થાય. આપણે તો મૃતની દૃષ્ટિએ દેખાય તે જ ઉપયોગી.
|
૧. "TTખવIVITસુવરથા-બરિય ! áલ વિશુદ્ધ થા - સંપનર ! મદં તે, અવહારિવારી ! | ૪ |
- શ્રી નંદીસૂત્ર
૨. ઉપવસોટી-સમ-ભાવ-પરિમા કિનારોદો.
હા-કુત્તીઓ, મજાદા રેવ પાર તુ ?