________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
શ્રી સંઘનગરમાં સમ્યગ્દર્શન રૂપ વિશુદ્ધ શેરીઓ છે, કે જે દ્વારાએ મૂળ ગુણોરૂપ કિલ્લામાં પેસીને ગુણરૂપ ભવનમાં જવાય. દર્શનશુદ્ધિ તે આ. આંખો ફાડી નાટકચેટક, સિનેમા, સરકસ, રૂપરંગ જુઓ તે નહિ. એ તો દૃષ્ટિનો વિકા૨ છે. એ નગરની શેરીઓ એવી છે કે-ત્યાંની ધૂળ પણ સંસારને અસાર કહે.
૧૨
કવિવર ઉ. શ્રી વીરવિજયજીની પૂજા તો રાગ તાણીને ગાઓ છો ને ! મને ‘સંસારશેરી વિસરી રે લોલ, જિહાં બાર પાડોશી ચાડ જો, નિત રહેવું ને નિત વઢવાડ જો.”
12
આ પૂજા તો મોટા રાગમાં ભણાવો છો. આ રીતે પૂજા ભણાવનારા શ્રાવકો ભગવાનની સામે મોટે ૨ાગે આવું આવું ગાનારા શ્રાવકો, આની (આગમનીભગવાનની આજ્ઞાની) સામે કઈ રીતે ઊભા રહે છે, એ જ સમજાતું નથી. વળી બાર વ્રતની પૂજામાં શ્રી વીરવિજયજી મહારાજ કહે છે અને એ તમે ગાઓ છો કે -
“શીતળ નહિ છાયા રે આ સંસારની, કૂડી છે માયા રે આ સંસારની, કાચની કાયા ૨ે છેવટ છારની, સાચી એક માયા રે જિન-અણગારની.”
ભગવાન આગળ આ બધું કહો છો ને ! ભગવાન તો બધું જાણે છે, પણ આ બધું તમે ભગવાન આગળ કબૂલ કર્યું ને કે - ‘હે ભગવન્ ! તારા આગમની સહાયથી અને તારા મુનિવરોના ઉપદેશથી આ મારા મનમાં ઠસ્યું.’ ભગવાનના શાસનના મુનિ તે કે-જે ‘આ સંસારની છાયા શીતળ નથી' એમ કહે . સંસારની છાયાને શીતલ મનાવનાર તો પ્રભુશાસનનો દ્રોહી છે.
શીતળ નહિ છાયા રે આ સંસારની'
આ તમે પૂજામાં તો કબૂલ કરો છો. વસ્તુતઃ જો વિચાર કરવામાં આવે, તો તરત જ સમજી શકાય તેમ છે કે - આ સંસારની શેરીની ઊછળતી ધૂળ પણ કહે છે કે : - “અસારોડયું સંસારો”.
પણ આ વાત હજુ તમારા હૈયામાં બરાબર જચતી નથી, એટલા માટે તો સંઘનું સ્વરૂપ સમજાવવાની મહેનત કરું છું. આ શ્રીસંઘનું સ્વરૂપ સમજાવતાં દિવસો થાય તેની દરકાર નહિ. આપણે અનેક ગ્રંથોની સાક્ષીથી શ્રીસંઘના