________________
૧ : સંઘપતિ કેવા હોય ? - 1
હતા. એ તો માનતા કે-અમારી ફ૨જ તો વાંદવાની અને પૂજવાની; ત્યારે આજના કેટલાકો પોતાને સંઘ તરીકે ઓળખાવી, એમ કહેવા તૈયાર થયા છે કે‘અમને પૂછ્યા વિના કોઈ પણ દીક્ષા લે કેમ અને આપે કેમ ?' અને એ નિયમાનુસાર કાળી લાઇનના હેન્ડબીલ દ્વારા જાહેર કરે છે કે - સાગરજી મહારાજ સાધુ નથી અને એ નૂતન દીક્ષિત પણ સાધુ નથી. એમને સાધુ ન માનવા -એવી દરેક મુનિને તેમાં વિનંતિ કરી છે. હું પણ મુનિ છું એટલે મારે કહેવાનું હોય તે કહી દઉંને ? હું કહું છું કે-સાગરજી એ આચાર્ય છે અને નૂતન દીક્ષિત તે મુનિ છે, કે જેમણે પોતાના નવ વર્ષના બાળકને પોતાની પહેલાં જ પ્રભુમાર્ગમાં પ્રયાણ કરાવી, જૈનશાસનના સનાતન ધર્માચરણનું એક સુયોગ્ય પિતા તરીકેનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. એવાને સાધુ નહિ માનનારને અને નહિ માનવાની જાહેરાત કરનારને, ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના કથનને અનુસરીને આપણે ફરી પણ કહી શકીએ છીએ કે-“એ સંઘ નહિ, પણ ‘અઠ્ઠી મૂત્તે' – એટલે હાડકાંનો ઢગલો છે.
9
હવે ચાલો આગળ. ત્યાં દેશનામાં પ્રતિબોધ પામીને શ્રી રામચંદ્રજીના સેનાપતિ દીક્ષા અંગીકાર કરે છે. તે પછી શ્રી રામચંદ્રજી કેવલજ્ઞાની મુનિવરને વંદન કરીને શ્રી સીતાજી પાસે જઈને વિચાર કરે છે કે - ૪આ કોમળ અંગવાળી રાજપુત્રી અને મારી પ્રિયા સીતા, શીત અને ગરમીના ક્લેશને શી રીતે સહન કરશે ? અને દુઃખ કરીને વહન કરી શકાય એવા સંયમના ભારને શી રીતે વહન કરશે ?”
આ પછી તરત જ માનસિક સમાધાન પ્રાપ્ત કરીને શ્રી રામચંદ્રજી વિચારે છે કે-“જેના શીલવ્રતને ખંડિત કરવા માટે રાવણ પણ સમર્થ ન થઈ શક્યો, તે પોતાની પ્રતિજ્ઞાના પાલનમાં કદી જ ચલિત નહિ થાય.” એમ માનીને શ્રી
૧. પૂ. આ.દેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ.
૨: પૂ. મુ. શ્રી ધર્મસાગરજી મહારાજ.
૩. પૂ. મુ. શ્રી મહોદયસાગરજી મહારાજ.
૪. અમો શિરીષવૃદ્ધા, રાનપુત્રી મમ પ્રિયા । सीता शीतातपक्लेशं कथं नाम सहिष्यते ॥ १० ॥
૫. રૂમ સંયમમાર ચ, સર્વમરાતિશાયિનમ્ । उद्धक्ष्यति कथं नाम, हृदयेनाऽपि दुर्वहम् ।। ११ । । यद्वा सतीव्रतं यस्या, न भङ्क्तुं रावणोऽप्यलम् । સા નિર્વ્યપ્રતિજ્ઞવં, માવિની સંયમેઽપિ દ્દેિ ।।૨।।
-ત્રિ. શ. પુ. પર્વ-૭, સર્ગ-૧૦.