________________
95
- ૯ઃ જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - ૭ - ૫ સર્વવિરતિ (સર્વ પાપ વ્યાપારોનો ત્યાગ), દેશવિરતિ (પ્રમાણમાં પાપ વ્યાપારોનો ત્યાગ), સમ્યગ્દષ્ટિ (સમજીને અગર જ્ઞાનીના કથનથી વસ્તુને વસ્તુ સ્વરૂપે સ્વીકારનાર) અને માર્ગાનુસારી (સત્યની પ્રાપ્તિ માટે શિષ્ટ પુરુષોની સેવામાં રહી શાસ્ત્રોને શ્રદ્ધાપૂર્વક સાંભળનાર અને ઉચિત વર્તન કરનાર)-આ ચારમાંથી એક પણ કોટિમાં રહેવા નથી ઇચ્છતા, તેઓ અમારા શ્રી જિનેશ્વરદેવના સ્થાપેલા શ્રીસંઘમાં કોઈ પણ રીતે આવી શકતા નથી. અને એવાઓની પ્રવૃત્તિ એ શ્રીસંઘની પ્રવૃત્તિ તરીકે ગણાતી જ નથી.”
શાસ્ત્ર હિન” તિરત્ના” શાસ્ત્ર ગહન છે અને બુદ્ધિ અલ્પ છે.”
ત્યારે આ ઊંધી પ્રવૃત્તિ કરનારાઓ કહે છે કે-“શાસ્ત્ર એ હંબગ છે અને અમારી બુદ્ધિ જેને માને તે જ ધર્મ ! શાસ્ત્ર પણ અમને ફાવતું આવે આજે તો જ માનીએ. શાસ્ત્રની બધી વાતો માનવાને અમો કાંઈ બંધાએલા નથી.' સમ્યગદર્શનને નહિ પામી શકેલા એવા પણ માર્ગાનુસારી આત્માઓ માને કે -
- "तत् प्रमाणं यत् शिष्टाः प्रमाणयन्ति" ‘શિષ્ટ પુરુષો જેને પ્રમાણભૂત માને તે જ પ્રમાણ કરવા યોગ્ય છે.”
ત્યારે આજના, પોતાની માની લીધેલી જ બુદ્ધિમત્તાના યોગે ઉન્મત્ત બનેલાઓ કહે છે કે-“અમે જ શિષ્ટ અને અમે કહીએ તે જ પ્રમાણભૂત. આવાઓ તો સત્યના અર્થ પણ નથી. જેઓ એવાઓને આધીન થાય છે, તેઓ ઇરાદાપૂર્વક પોતાના અને પરના આત્માનું ખૂન કરે છે. નાની શી જિંદગીની ખાતર અયોગ્ય રીતે વર્તન કરી આત્મહિતનો ઘાત તો તે કરે, કે જેને આત્મસ્વરૂપનું ભાન નથી. આવી ઉત્તમ સામગ્રી મળવા છતાં, આજ્ઞાવિરુદ્ધ વર્તન કરનારાઓની સેવામાં કે સંગમાં પડવું-એના જેવી કમનસીબી બીજી કોઈ પણ નથી. ઉપકારી પુરુષોએ બાંધેલી મર્યાદાઓ ઉપકારને માટે છે !
તમે આ બધી વાત ન સમજી શકો એવું નથી. એક જ વાત અનેકવાર જુદા જુદા રૂપે, બાળક પણ સારી રીતે સમજી જાય એવી ભાષામાં, તમારી સમક્ષ મૂકવામાં આવે છે કે જેથી બરાબર સમજી શકો. તમારે જનતાને જણાવી દેવું જોઈએ કે-શ્રીસંઘ તો પૂજ્ય છે, પણ આ તો સ્થાન નહિ પામેલા અને જૈન સમુદાયની બહારની દશામાં આવી પડેલાઓ, પોતાના ટોળાને ખોટી રીતે સંઘ તરીકે મનાવવા માગે છે માટે નથી માનતા.