________________
૯૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - જાય, તેની ખાસ કાળજી રાખવી જોઈએ અને એ કાળજી રખાય તો જ મોક્ષમાર્ગની આરાધના કરી શકાય. આજે તો કેટલાક કહે છે કે-“અમે સંઘ : પચીસમા તીર્થકર બસ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓ પણ અમારી આજ્ઞા માને.” આનો અર્થ શો ? એ જ કે એવું કહેનારાઓને સંઘ કે સંઘના સ્વરૂપનું કશું ભાન જ નથી. એવા ભાન વિનાના સમુદાયને વજન આપવામાં આવે, તો પરિણામે નાશ સિવાય બીજું થાય પણ શું માટે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો તે સમુદાય શ્રીસંઘમાં રહી શકે છે કે-જે સમુદાય શાસ્ત્રમાં સુસ્થિર રહે, વાત પણ શાસ્ત્રદૃષ્ટિને ધ્યાનમાં રાખીને કરે, વિચાર પણ તે જ કરે કે-જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ ન જતો હોય; અને પ્રભુમાર્ગને બાધક થાય તેવી પ્રવૃત્તિ પણ ન કરે, આથી વિપરીત વાત, વિચાર કે, પ્રવૃત્તિ કરનાર સમુદાય પોતાની મેળે જ પ્રભુના સંઘથી દૂર થઈ જાય છે. આજે સાધુ પાસે આજ્ઞા મનાવનાર કેવા છે?
આમ માનો જ'—એમ સાધુને શ્રાવકસંઘ ને કહે, છતાં એવું કહેનારા આજે જે પાક્યા છે તે કેવા છે? જેના વચનમાં વિચારમાં અને વર્તનમાં ઠેકાણું નથી, ને વાતવાતમાં જૂઠું બોલનારા, જેમના સદાચારમાં મીંડું અને દુરાચારનો ડર નહિ, જેઓ વ્યસની એવા-કે નોકરશીનો વખત થયા પહેલાં “ચાજોઈએ, સૂર્યોદય પછી. બે ઘડી સુધી પણ જેમને “ચા” વિના ચાલે નહિ, મહોમાં પાનના ડૂચા અને સિગારેટ ફૂંક્યા કરે, એવાઓ આજે સાધુઓ પાસે પોતાની આજ્ઞા મનાવવા નીકળ્યા છે. એમના વિચારો કેવા ? “દીક્ષા એ ઢોંગ, ધર્મ હમ્બગ, સાધુ નવરા, ધર્મક્રિયામાં માલ શા ?'-આવું વિકૃત જીવન જીવનારા અને આવું કહેનારાઓ કહે છે કે “અમે સંઘ તરીકે હુકમ કરીએ છીએ કે-આમ ને થાય' આ સાંભળીને ઇતર સજ્જન દુનિયા પણ હસે. ઇતર સમાજના સજ્જનો પણ કહે કે-“આ તે માણસ ભેગા થયા છે કે પશુ ?”
સંઘસ્વરૂપ સમજાવવા માંડ્યું છે, એનો હેતુ એ છે કે-ઇતરને પણ આપણે એમ સમજાવવું છે કે-“એવા નાદાન ટોળાને શ્રી જૈનશાસનમાં શ્રીસંઘ તરીકેનું સ્થાન નથી જ.” અત્યારે જ્યારે ડગલે અને પગલે શ્રીસંઘના નામે ગમે તેવી વાત ચલાવવામાં આવે છે, ત્યારે શ્રીસંઘનું સ્વરૂપ સમજાવવાની ફરજ ઊભી થઈ છે. તમારે જાહેર કરવું જોઈએ અને ઇતર દુનિયાને પણ કહી દેવું જોઈએ કે-જેઓના વિચારોનું ઠેકાણું નથી, જેઓની કાર્યવાહી ઊંધી છે અને જેઓ + સો હો માવસંપો, “નિVIIIT ગાઈ' અન્નવંતો (ારા
- સંબોધ પ્રકરણ, સુગુરુ અધિકાર