________________
૨૯૨
-
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
292, જ કહેવાય ? બધી ચીજો જ્ઞાનહીન જોઈ ન શકે. જોવી હોય તો જ્ઞાન મેળવોશક્તિ કેળવો ! ચક્ષુ તો પોતાના વિષયને જુએ અને તે પરિમિત ! ભીંતની પાછળ શું છે, એ તો જોઈ શકાતું નથી અને મેરૂ જોવો છે ?
સભા : ભીત પાછળની વસ્તુ તો વચ્ચે ભીંત આવી માટે ન દેખાય ! અરે, મેદાનમાં જુઓને ! કેટલેક લાંબે જોઈ શકો છો ? સભાઃ મેરૂ પર્વત કેટલા યોજના દૂર છે ?
ઘણા યોજન. આ જંબૂઢીપ એક લાખ યોજન પ્રમાણનો છે; તે પણ પ્રમાણાંગુલથી. પ્રમાણાંગુલ એ ઉત્સધાંગુલથી ચારસો ગુણો મોટો છે અને શ્રીમેરૂ " પર્વત તેની મધ્યમાં છે.
સભાઃ એ લોકોને સોનું જોઈએ છે, માટે ત્યાં જાય તો ?
અહીં છે તે ભાગવા માંડે છે, તો વળી ત્યાંની વાત ક્યાં ? શ્રી સિદ્ધગિરિજી ઉપર, શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ રત્નમય હતી, તે પણ કાળની વિષમતા જોઈને ગુફામાં પધરાવી દીધી, એનું વર્ણન કરતાં પૂજામાં પંડિત શ્રી વીરવિજયજી મહારાજ કહે છે- “સાતમોદ્ધાર મેં ચક્રી, સગર સુર ચિંતવી;
દુઃષમકાલ વિચાર, ગુફા મેં જા ઠવી-હાં હાં રે ગુફા.” અત્યારે આપણે જે આ ભરતક્ષેત્રમાં વસીએ છીએ, તે, ભરતક્ષેત્રનું માપ પાંચસો છવ્વીસ યોજન ને છ કળા છે. એની વચ્ચે વૈતાઢ્ય છે, ઉત્તરમાં ત્રણ ખંડ છે અને દક્ષિણમાં ત્રણ ખંડ છે. ચક્રવર્તીના વખતમાં છએ ખંડ ખુલ્લા હોય છે, ચક્રવર્તીની ગેરહાજરીમાં વૈતાઢ્યની ગુફા બંધ થવાથી, ત્રણ જ ખંડ ખુલ્લા રહે છે. આ બાજુના આ બાજુ અને તે બાજુના તે બાજુ. ગમે તેટલી રમત કરો, તે આ ત્રણ ખંડમાં જ ! અત્યારે બધી દુનિયા ખૂંદી વળો, પણ એ એક જ દિશામાં, માટે તેઓ ત્યાં જઈ શકે એવી શંકા જ ન રાખતા.
અલ્પ જ્ઞાની થોડું જુએ, માટે તે જે વસ્તુ ન જોઈ શકે, તે વસ્તુ ન હોય એમ બને ? અમેરિકા નહોતો શોધાયો, ત્યારે શોધકો પૃથ્વી આટલી જ માનતા હતા અને હાથ લાગી ગયો ત્યારે કહ્યું કે, હજી એક મોટો દેશ છે. શોધકો દુરાગ્રહી નથી હોતા. એ તો કહે છે કે, અમને આ મળ્યું; હજી વધુ મળે તો ના નથી: દુરાગ્રહી તો આ લોકો છે. ચર્મચક્ષુવાળા પૂરું જોઈ જ ન શકે; આંખની જોવાની તાકાત કેટલી ? તે જ હોય, અંધારું ન હોય, આડે ભીંત વગેરે ન હોય, તો પણ અમુક હદ સુધી જ દૂર જોઈ શકે. આયુષ્ય પણ અલ્પ, ગણી શકાય એવું