________________
293 – – ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! - 25 - - ૨૯૩ આયુષ્ય પણ ઘણું છે, એના હિસાબે પણ આજનું આયુષ્ય પ્રમાણમાં કંઈ જ નથી. હવે આ સંયોગમાં જુએ કેટલું? આ સંયોગમાં જેટલું પોતે જોયું તેટલું જ હોય અને બીજું ન હોય, એમ કહેવું, એ મૂર્ખાઈ છે; માટે જ્ઞાનીએ કહેલી વસ્તુનો સ્વીકાર કરી, અનંતજ્ઞાનીની આજ્ઞા મુજબ શેય વસ્તુને જાણી, તેમાંની હેય વસ્તુનો ત્યાગ કરી અને ઉપાદેય વસ્તુને અંગીકાર કરી, આ સંસારથી મુક્તિ સાધવી એ જ ઇષ્ટ છે. ક્રાંતિ કરવી છે, શાની?
બાકી આંખ વગેરેની શક્તિની તરતમતા તો અનુભવસિદ્ધ છે. ચઢતીઊતરતી -શક્તિ તો નજરે દેખાય છે. દુનિયામાં અલ્પ શક્તિવાળા પણ હોય, અધિક શક્તિવાળા પણ હોય અને સંપૂર્ણ શક્તિવાળા પણ હોય. ‘આ ક્ષેત્રમાં સંપૂર્ણ શક્તિવાળા થઈ ગયેલા છે' એમ આપણે માનીએ છીએ, તેઓ એમ ન માનતા હોય અને થવાના છે એમ માનતા હોય, તોયે તેઓએ મૌન રહેવું ઘટે અને બોલવું-લખવું હોય તો પણ મર્યાદિત અને શંકિત રહેવું જોઈએ.
બાકી આપણે તો કહી શકીએ છીએ કે, “અનંત જ્ઞાનીઓ થઈ ગયા. અમને એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, માટે અમે તો દરેક વસ્તુ નિશ્ચયાત્મક રીતે એમનાં વચનો દ્વારા કહી શકીએ છીએ માટે કહીએ છીએ, પણ તમારે તો મૌન જ રહેવું ઘટે, કારણ કે, અધૂરાઓને અને અધૂરાઓના અનુયાયીઓને, નિશ્ચિત કે સંપૂર્ણ કહેવાનો હક્ક નથી.” એવાઓને તો બેય રીતે મૂંગા થવું પડે તેમ છે. જો “પૂર્વે થઈ ગયેલા છે' એમ માને, તો એમના કહ્યા મુજબ કહેવું જોઈએ અને ‘ભવિષ્યમાં થવાના છે એમ માને, તો પણ ચૂપ રહેવું જોઈએ.
સભાઃ એ લોકો, જ્ઞાની હવે થવાના માને છે ?
હા ! કેમ કે ઉત્ક્રાંતિ હવે થાય છે, એમ કેટલાક માને છે. ઉત્ક્રાંતિ એટલે - વધારો, સુધારો કે વિપ્લવ, તે તો એ જ જાણે ! બસ, ક્રાંતિ શબ્દ પકડ્યો છે.
ક્રાંતિ જાતની કે પારકી ? ક્રાંતિ કરવી છે, એટલે કરવું છે શું ? આ પ્રશ્નના વાસ્તવિક ઉત્તરો તેઓ પાસે નથી. ક્રાંતિ શબ્દ પણ એમનો પોતાનો નથી, પણ કોષમાંથી લાવ્યા છે.
સભાઃ એ લોકો તો કહે છે કે, ભગવાન મહાવીરે પણ ક્રાંતિ કરી હતી.
એવાઓ કહે છે એવી ક્રાંતિ કરવાની વાતમાં ભગવાન શ્રી મહાવીરદેવનું નામ જોડનારા મૂર્ખ છે, કારણ કે, આ શાસન તો સ્પષ્ટ રીતે કહે છે કે, જે વસ્તુ ભૂતકાળમાં થઈ ગયેલા અનંતા તીર્થંકરદેવોએ કહી છે, તે જ વસ્તુ ભગવાન શ્રી મહાવીરદેવે કહી છે અને તે જ વસ્તુ ભવિષ્યમાં થનારા અનંતા